Abtak Media Google News

અડધો ડઝન ભરડીયાના ધંધાર્થી વિરૂધ્ધ પોલ્યુશન બોર્ડમાં અરજી કરી હેરાન કર્યાની અને ડમ્પર અટકાવી હેરાન કર્યાની મઢાદના શખ્સ સામે નોંધાતો ગુનો

વઢવાણ નજીક  આવેલા મઢાદ ગામના અડધો ડઝન જેટલા ભરડીયાનાં ધંધાર્થીઓ વિરૂધ્ધ પોલ્યુશન  બોર્ડમા અરજી કરી હેરાન કર્યાની અને ડમ્પર ચાલકોને ધમકી દઈ મઢાદના ગઢવી શખ્સે રૂ.15 લાખની ખંડણી પડાવવા પ્રયાસ કર્યાની અને રાયકા  સ્ટોનના માલીકને ભય બતાવી રૂ.2 લાખની બળજબરીથી ખંડણી વસુલ કર્યાની પોલસીમાં ફરિયાદ નોંધાઈ છે. ભરડીયાના ધંધાર્થીઓને ધાક ધમકી દઈ ખંડણી વસુલ કરવા મઢાદના  ભરડીયાના  વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. પોલીસે મઢાદના  માથાભારે ગઢવી શખ્સની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના  ચોરીયાળી ગામે  રહેતા અને  મઢાદ ગામે સોમનાથ મિનરલ્સ નામની ઓફીસ  ધરાવતા  ઘનશ્યામભાઈ માનસંગભાઈ મસાણીએ મઢાદ ગામના પ્રવિણ રામભાઈ ગઢવીએ મઢાદ ગામમાંથી ડમ્પર  ચલાવવું હોય તો ખંડણી  આપવી પડશે તેવી ધમકી દીધાની  જોરાવરનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મઢાદ ગામમાં ભરડીયાનો વ્યવસાય  કરતા પાળીયાદના પરિશ્રમ સ્ટોન  ઈન્ડસ્ટ્રીઝના માલીક અસ્લમભાઈ હુસેનભાઈ કળગથરા, સુરેન્દ્રનગરના રાયકા સ્ટોન ઈન્ડસ્ટ્રીઝના માલીક રાજેશ લાભુભાઈ આલ, વઢવાણના રતનપરના સોમનાથ મિનરલ્સના માલીક ભરતસિંહ ગગજીભાઈ રાઠોડ, મુડીના ટીડાણા ગામના લીયો મિનરલ્સના માલીક હરપાલસિંહ સુખદેવસિંહ  પરમાર અને   રાજકોટના વાસુદેવ સ્ટોનના માલીક પુનિતભાઈ મોહનભાઈ ચોવટીયાને મઢાદ ગામમાં ભરડીયાનો ધંધો કરવા અને  ગામમાંથી  ડમ્પર ચલાવવા હોયતો રૂ.15 લાખની ખંડણી આપવા ધમકી દીધી હતી.

પ્રવિણ ગઢવીએ ભરડીયાના ધંધાર્થી વિરૂધ્ધ પોલ્યુશન બોર્ડમાં અરજી આપી  હેરાન  કરી તંત્રમાં અરજી ન કરવાના બદલામાં રૂ.15 લાખની ખંડણી માગી પરિશ્રમ સ્ટોન ઈન્સ્ટ્રીઝના  માલીક રાજુભાઈ રબારી પાસેથી રૂ.2 લાખ પડાવ્યાનું ફરિયાદમાં  જણાવ્યું છે.

જોરાવરનગર પોલીસે મઢાદના ગઢવી સામે  ભય બતાવી રૂ.2 લાખની ખંડણી વસુલ કર્યાનો ગુનો નોંધી પી.એસ.આઈ. જે.જે. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.