Abtak Media Google News

નાનીવહિયાળ,નાહુલી,ઉમરગામ,તેમજ વાપી સેલવાસ રોડપર થયેલ લુટમાં સામેલ ૬ ને  પોલીસે ભીલાડના મલાઉ નજીક થી ઝડપી લીધા

વલસાડ જીલ્લામાં ચોરી ધાડ લુટ જેવા ગંભીર ગુન્હાને અંજામ આપનારી ગેંગને એલ સી બી એ અને એસ ઓ જી ની સંયુક્ત ટીમ દ્વારા ભીલાડના મલાઉ ત્રણ રસ્તા સેલ્સટેક્ષ પડતર ઓફિસો નજીકથી ૬ ઈશ્મો ને ઝડપી લીધા હતા પૂછપરછ દરમ્યાન તેમણે વલસાડજીલ્લામાં કપરાડા ઉમરગામ ભીલાડ અને વાપી જેવા વિસ્તારમાં લુંટ ધાડ અને ઘરફોડ ચોરી જેવી ઘટના ને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું તો પકડાયેલા ૬ ઈશ્મો પૈકી ના કેટલાક ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે તેમજ તપાસમાં વધુ ૯ ના નામો બહાર આવે એવી શક્યતા ઓ રહેલી છે

Img 20180410 191724વાપી એસ ઓ જી કચેરી ખાતે આજે વલસાડ એસ પી એ એક પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું કે વલસાડ જીલ્લામાં છેલ્લા કેટલાક સમય થી વિવિધ વિસ્તારોમાં લુંટ ધાડ અને ઘરફોડ ચોરી જેવી ઘટનાને અંજામ આપી પોલીસના નાકમાં દમ કરી નાખનાર ટોળકીને આખરે પોલીસે ઝ્ભ્ભે કરી લધી છે.

ભીલાડના મલાઉ ત્રણ રસ્તા નજીકમાં આવેલા પડતર પડેલી સેલ્સટેક્ષ કચેરી નજીકમાં ભેગા મળીને ૬ ઈશ્મો વધુ એક ગુન્હો ને અંજામ આપે તે પૂર્વે એસ ઓ જી અને એલ સી બી પી આઈ ડી ટી ગામીતને મળેલી બાતમીને આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર છાપો મારીને સંજય ઉર્ફે ગોટીયો નથ્થુભાઈ ગોરત રહે સંભા પાટીલપાડા,તલાસરી, મહારાષ્ટ્ર અનવર હુસેન શેખ રહે ઉમરગામ સોલસુમ્બા ફાટક બહાર સ્વપ્ન લોક પાછળ માણેક એપાર્ટમેન્ટ,જીતેશ ઉર્ફે જીતું શિવરામ દુબળા રહે ઉમરગામ પાવર હાઉસ કિશ્ના મંદિરની પાછળ,રામ મહાદુ ઢીઢાં જાતે વારલી રહે ગામ કરચોડ બહેરુનફળિયા કપરાડા,બાબુલાલ રત્નારામ ચૌધરી જાતે મારવાડી રહે કીલાવની નાકા સેલવાસ,દેવજી રામજી પટારા રહે ગુરલા મનાલા માળ ફળિયા કપરાડાની પોલીસે ધરપડક કરી.

અને તેમની પાસેથી ધાડને અંજામ આપીને તેમાંથી મેળવેલા રૂપિયા ૯૦૫૦ તથા મોબાઈલ નંગ ૪ કિંમત રૂપિયા ૨૦૦૦ તથા લુંટ કરવાવાલી જગ્યાની રેકી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી મોટર સાયકલ જી જે ૧૫ એ એફ ૧૧૫૦ અને ડી એન ૦૯ પી ૪૭૫૧ ની કુલ કીમત રૂપિયા ૬૦ હજાર મળી કુલ રૂપિયા ૭૧૦૫૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે તેમજ વધુ તપાસ અર્થે ભીલડપોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે આ તમામ આરોપી ઓ મહારાષ્ટ્રથી લુટ માટે સાગરીતોને બોલાવીને વલસાડ જીલ્લાના ઉમરગામ ભીલાડ, વાપી ડુંગરા વલસાડ,સેલવાસ અને દમણ જેવા વિસ્તારોમાં ધાડ લુંટ તેમજ ઘરફોડના ગુન્હા ને અંજામ આપ્યા હતા આમ પોલીસ ને મોટી સફળતા મળી છે

પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા વલસાડજીલ્લામાં મોહનગામ ના નહુલ્લી ગામે ધૂળેટી ના દિવસે લુંટને અંજામ આપ્યો હતો તો વલસાડ સીટી પોલીસ મથકમાં પણ તેમના વિરુધ્દ ગુન્હા રજીસ્ટર નમ્બર ૦૮ /૨૦૧૮ થી ગુન્હો નોધાયેલો છે તો ઉમરગામ પોલીસ મથકે પણ ગુન્હા રજીસ્ટર નંબર ૨૩/૨૦૧૮ મુજબ ગુન્હો નોધાયેલો છે ડુંગરા પોલીસ મથકે પણ ગુન્હા રજીસ્ટર નંબર ૨૦/૧૮ થી ગુન્હો નોધાયેલો છે જેમાં સેલવાસ થી નીકળેલા આંગડીયા પેઢી ને કર્મચારી ને આંખમાં સ્પ્રે મારી ને લુંટ ચલાવવા માં આવી હતી તો સેલવાસ માં દિવાળી ના સમય ગાળા દરમ્યાન એક કાર ઉપર કરવામાં આવેલા ફાયરીંગ ના ગુન્હા માં સેલવાસ પોલીસ મથક માં તેમની સામે આર્મ્સ એક્ટ નો ગુન્હો નોધાયેલો છે

ગુન્હાને અંજામ આપી તમામ વાડીમાં સંતાઈ રેહતા અને ગુન્હાના ૨૪ કલાક બાદ બહાર નીકળતા

સમગ્ર ગેંગ માં મુખ્ય આરોપી એવા સંજય ઉફે ગોટીયો નથ્થુ ગોરાટ અગાઉ પણ દારુના ગુન્હામાં અનેક વાર જેલની હવા ખાઈ ચુક્યો છે તેઓ દરેક ગુન્હો આચરતા પૂર્વે કોઈ પણ કામ ને અંજામ આપવા માટે સહ આરોપી અનવર હુસેન શેખ (ગેરેજ મિકેનિક)સાથે કરતા હતા અને ગુન્હો કર્યા બાદ તરતજ વાહનો મારફતે સંજય ગોરતની વાડી તલાસરી સાંભા ગામે પોતની વાડીમાં સંતાઈ જતા હતા અને પોલીસ તપાસના ૨૪ કલાક બાદ તેઓ મેળવેલા મુદ્દામાલ ની રકમ ની વેહેચની કરીને બહાર નીકળતા અને અલગ અલગ વાહનોમાં થી જુદા થઇ જતા આ તમામ એટલા ચાલક હતા કે જે સ્થળે સીસીટીવી કેમેરા હોય તે સ્થળમાં જવાનું ટાળતા અને વધુ પ્રમાણમાં ફોન નો ઉપયોગ પણ કરતા નાં હતા

ગુન્હાહિત ઈતિહાસ

રમણ મહાદુ ઢીઢાં રહે કરચોંડ અગાઉ નાનાપોઢાં લુટના ગુન્હામાં ૨૦૦૭ની સાલમાં જેલની હવા ખાઈ ચુક્યો છે જયારે નરેશ ઉર્ફે ખાતાની ગેંગના માણસો સાથે ઉમરગામ વિસ્તારમાં ધાડ લુંટના મુદ્દા માલ વેચાણ કરવામાં મદદ રૂપ થવા જેલ ની હવા ખાઈ ચુક્યો છે તેમજ મોહનગામ નાહુલીગામે થયેલી લુંટવાળા ઘરે કામ કરતો દેવજી પટારા એ આ કામ ની વાત રમણ મહાદુને કરી હતી સંજય ગોરાટ મહારાષ્ટ્રમાં દારૂ નો ધંધો કરતો હતો તે દરમ્યાન આ ગુન્હેગારોના સંપર્કમાં આવતા તે પણ આ ગેંગ માં સામેલ થઇ ને ગુન્હામાં સામેલ થયેલ અનવર હુસેન એ ગેરેજ ને ધંધો કરતો હતો.

પરંતુ તેમાં તેને ફાવટ ના આવતા ટૂંકા રસ્તે વધુ પૈસા મેળવવા તે પણ આ ગેંગ માં સામેલ થયેલ હતો જયારે સેલવાસ નો બાબુ મારવાડી કટલેરી નો ધંધો કરતો હતો પરંતુ ધંધો બારાબર ના ચાલતા તેને વધુ પૈસા મેળવવા માટે સોની ને લુંટવાનો બે વખત પ્લાન બનાવ્યો હતો જેમાં એક વાર સેલવાસમાં વેપારી ઉપર ફયારિંગ થયેલ અને બીજી વખત અતુલ નજીક વેપારી ના ગાડી ના કાંચ તોડી તેને લૂટવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ વાપી સેલવાસ માર્ગ ઉપર આંગડીયા પેઢીના કર્મચારી ને લૂટવા નો પ્લાન પણ બાબુ માંરવાડી એ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું હાલ તો પોલીસે તમામ આરોપી ને ઉમરગામ કોર્ટ માં રજુ કરવામાં આવતા પોલીસ ને ૭ દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ આગામી દિવસ માં પકડાયેલા આરોપી પાસે થી વધુ ૯ એટલા ઈશ્મો ના નામો ખુલે એવી શક્યતા ઓ રહેલી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.