Abtak Media Google News

બ્લેક મેઈલીંગ કરતા ચીભડા ગામના દંપતીના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો’તો

શહેરના કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામના બે સંતાનના પિતાને ચીભડા ગામના દંપત્તીએ પ્રેમ ઝાળમાં ફસાવી બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવતા કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે ચીભડા ગામના દંપત્તીની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ધ્રોલ તાલુકાના જાળીયા દેવાણી ગામના વતની અને વિરડા વાજડી ગામે રહેતા ભરતભાઇ નારણભાઇ જાદવ નામના ખીરસરા ગામની સીમમાં ઝેરી દવા પી આપઘાત કર્યા હતો.

મૃતક ભરતભાઇ જાદવે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં ચીભડા ગામની ખૂશ્બુ ઉર્ફે ગૌરીબેન ભીખાભાઇ દાફડા અને તેનો પતિ હાર્દિક ઉર્ફે ગોપાલ નાનજી બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવતા હોવાથી કંટાળી આપઘાત કર્યાનું લખ્યું હોવાથી પી.એસ.આઇ. એચ.પી.ગઢવી સહિતના સ્ટાફે સુરેશભાઇ જાદવની ફરિયાદ પરથી ખૂશ્બુ અને તેના પતિ હાર્દિક ઉર્ફે ગોપાલ સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી બંનેની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે.

ચીભડા ગામની ખૂશ્બુ નામની યુવતીએ ભરતભાઇ જાદવને પ્રેમ જાળમાં ફસાવી તેના બોય ફ્રેન્ડ સાથે મળી ભરતભાઇને તેની પત્નીને પ્રેમ પ્રકરણની જાણ કરવાની ધમકી દઇ પૈસા પડાવવા બ્લેક મેઇલીંગ કરતા હોવાની કબુલાત આપી છે. ખુશ્બુને મૃતક ભરત સાથે પ્રેમ સંબંધ હતો ત્યાર બાદ તેને હાર્દિક સાથે પ્રેમ સંબંધ બંધાતા ભરતને છોડી હાર્દિક સાથે મળી બ્લેક મેઇલીંગ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ખુશ્બુ અને તેના પતિ હાર્દિકે અન્ય કોઇને હની ટ્રેપમાં ફસાવી બ્લેક મેઇલીંગ કરતા હોવાની શંકા સાથે પોલીસે બંનેની પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.