Abtak Media Google News

સ્ત્રી પુરુષ બે વિજાતીય વ્યક્તિ જયારે લાગણી અને આવેશમાં મળે છે ત્યારે કામક્રીડામાં તલ્લીન થાય છે. અને જીવનના અદભુત શુંખની ચરમસીમા સુધી પહોંચે છે અને પરાકાષ્ઠાનો આનંદ લ્યે છે. તેવા સમયે સુરક્ષાના ભાગ રૂપે તેઓ વિવિધ પ્રકારની દવાઓ અને ઉપકરણોનો ઉપયોગ કરતા હોઈ છે જેમાં મોટા ભાગના યુગલો કોન્ડોમનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જે મટિરિયલમાંથી કોન્ડોમ બને છે એ પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.જેનો ઉપયોગ કરવાથી પણ શરીરને નુકશાન થાય છે. એટલે જ આ પ્રદુષણને નાથવા ઇકોફ્રેન્ડલી કોન્ડોમની શોધ કરવામાં આવી છે તો આવો જાણીએ શું છે આ ઇકોફ્રેન્ડલી કોન્ડોમ???

એવા ઘણા યુગલો છે જેને સુરક્ષાના ભાગ રૂપે કોન્ડોમનો ઉપયોગ કરવાથી પરહેઝ હોઈ છે જેનું મુખ્ય કારણ તેમાં પ્રાણીજન્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ અને પોતે શાકાહારી હોઈ છે પરંતુ હવે માર્કેટમાં આ સહકારી કોન્ડોમ આવી ગયા છે જે ઇકોફ્રેન્ડલી છે જેને શાકાહારી યુગલો બેજીજક ઉપયોગમાં લઇ શકે છે.

આ ઇકોફ્રેન્ડલી કોન્ડોમ સસ્ટેન નેચરલ બ્રાન્ડથી માર્કેટમાં આવ્યા છે, જે સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ છે. કંપનીના હોનરનું કહેવું છે કે, સસ્ટેન કોન્ડોમમાં પ્રયુક્ત લેક્ટસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે દક્ષિણ ભારતમાં ઉગતા રબળમાંથી મેળવવામાં આવે છે. જે સંપૂર્ણ રીતે નેચરલ છે.સામાન્ય રીતે લોકો પોતાના ખાવા પીવા, મેકઅપની સામગ્રી માટે ખુબજ જાગૃત હોઈ છે પરંતુ કોન્ડોમ જેવી પ્રોડક્ટને લઈને એટલા જાગૃત નથી હોતા જે શરીરના નાજુક અને મહત્વના અંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

કોન્ડોમની બીજી પ્રોડક્ટ અને મેકઅપના સમાનમાં નાઇટ્રોસમી પણ મિક્સ કરવામાં આવે છે, જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે. એટલે જ સસ્ટેન કોન્ડોમમાં નાઇટ્રોસમિનનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તેના ઉપયોગ બાદ તેને ફેંકીદેવામાં આવે છે તો પણ તેની પર્યાવરણ પર ગંભીર અસર નથી પડતી અને એટલેજ તેને ઇકોફ્રેન્ડલી કોન્ડોમ પણ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.