Abtak Media Google News

અગાઉ મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં કરી હતી વાહન ચોરી

મોરબીના ઉમિયા સર્કલ પાસેથી પોલીસે વાહન ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. અગાઉ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ શખ્સે વાહન ચોરી કરી હોય તે ગુનાનો પોલીસે ભેદ ઉકેલી શખ્સને ઝડપ્યો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ લક્ષ્મણસિંહ, શક્તિસિંહ લખધીરસિંહ અને રણજિતસિંહ ઉમેદસિંહને મળેલી બાતમીના આધારે ઉમિયા સર્કલ પાસેથી  વાહન ચોરીના ગુનામાં સંકળાયેલા આરોપી શૈલેષભાઇ પ્રેમજીભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ રહે સોંપડા વાળાને ચોરાઉ બાઈક કી. રૂ.૧૫ હજાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

Img 20180402 Wa0005આ શખ્સે અગાઉ મોરબી સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનની ચોરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.