Abtak Media Google News

એફડીસીએ નિયમોનો ભંગ કરનાર દવા કંપનીઓનું લાયસન્સ માત્ર એક દિવસ સસ્પેન્ડ કરી સંતોષ માને છે

ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન દ્વારા રાજયમાં ખાદ્ય અને દવાઓનું નિર્માણ કરતી કંપનીઓ યોગ્ય નજર રાખવામાં આવતી ની. કેગના રિપોર્ટ અનુસાર એફડીસીએ દ્વારા દવાઓની ગુણવત્તા ચકાસવામાં આંખ આડા કાન કરવામાં આવે છે. દવાઓના ઉત્પાદકો નિયમોનુસાર કામગીરી કરે છે કે નહીં તે અંગે એફડીસીએ ધ્યાન આપતું ની. ૧૦૦ી વધુ કિસ્સામાં નોંધાયું છે કે, દવાઓની ગુણવત્તા કંપનીઓએ જાળવી ની. આ ૧૦૦માંી ૫૩માં એફડીસીએ દ્વારા માત્ર ૧ દિવસનું લાયસન્સ કેન્સલ કરીને સંતોષ માનવામાં આવ્યો હતો.૩૨ કિસ્સામાં એફડીસીએ માત્ર ૨ દિવસનું જ લાયસન્સ કેન્સલ કર્યું હતું. આવા કિસ્સાઓમાં અન્ય રાજયો ૧૫ દિવસી લઈ ૧ વર્ષ સુધી પરવાના રદ્દ કરવાની કડક કામગીરી કરે છે. ત્યારે ગુજરાતમાં આ બાબતે નિંભર મૌન સેવવામાં આવી રહ્યું છે.

ખાદ્ય ખોરાકમાં પણ આવી બેદરકારી હોવાનું કેગ દ્વારા જણાવાયું છે. વર્ષ ૨૦૧૧ી ૨૦૧૬ દરમિયાન લેવાયેલા ૩૬૨૭૬ નમુનાઓમાંી ૩૩૦૬૭ નમુનાઓ ખોરાકની યોગ્ય ગુણવત્તા ધરાવતા ન હતા. ઝેરી રાસાયણો તેમજ અન્ય હાનીકારક તત્ત્વો આવા નમુનામાં હોવાનું ખુલ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.