Abtak Media Google News

ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ યુનિયનના સેક્રેટરી અને ભારતીય દૂતાવાસના ઇકોનોમી વિભાગ દ્વારા સિરામિક એક્સ્પોની ટીમને આવકાર

વાઇબ્રન્ટ સિરામિક એક્સપોના પ્રમોશન માટે સમગ્ર વિશ્વના પ્રવાસે ગયેલી ટીમ દ્વારા આગામી તારીખ ૧૪ સપ્ટેમ્બરના રોજ  નેધરલેન્ડની રાજધાની એમસ્ટરડમ ખાતે સિરામિક એક્સપોનું પ્રમોશન કરવામાં આવશે જેમાં નેધરલેન્ડ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ટર નેશનલ આર્કિટેક્ટ યુનિયન નો સહયોગ પ્રાપ્ત થયો છે.

સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આપેલી માહિતી અનુસાર હાલ સિરામિક એસો.ની વાઇબ્રન્ટ એક્સપોની તિમનેધરલેન્ડની મુલાકાતે ગઈ છે જ્યાં આગામી તા.૧૪ સપ્ટેમ્બરના રોજ એક બેઠક નું આયોજન કરાયું છે. વધુમાં નોધલેન્ડ ગયેલી સિરામિક એક્સપોની ટીમ ભારતીય દૂતાવાસના ઇકોનોમી વિભાગના હેડ સર્વજિત સુદન ને મળી હતી તેઓએ ખુબજ સહયોગ આપ્યો હતો અને નેધરલેન્ડની રાજધાની એમસ્ટરડમ મેળાવળો ગોઠવવામાં સહયોગ આપ્યો હતો.

આ ઉપરાંત સિરામિક એક્સપોના મેમ્બરો ઈન્ટરનેશનલ આર્કિટેક્ટ યુનિયનના સેક્રેટરી મી.થોમસ વોનીયરને પણ મળ્યા હતા અને તેઓએ ટાઈટ શેડ્યુલ વચ્ચે પણ એક્સ્પો મેળાવળા માં હાજરી આપવા તત્પરતા દાખવી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ યુનિયંમાં ૧૦૫ દેશના ૨૦ લાખ થી વધુ સભ્યો નોંધાયેલા છે અને સેક્રેટરી મી.થોમસ વોનીયર અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કીટેક્ટના પ્રેસિડેન્ટ છે.

તેઓએ નેધરલેન્ડમાં સિરામિક ઇમ્પોર્ટરો. માટેના પ્રમોશન કાર્યક્રમ માં હાજરી આપવા ઉપરાંત અમેરિકાની યાત્રા દરમિયાન પણ પ્રચાર પ્રસારની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડની રાજધાની એમસ્ટરડમ ખાતે યોજાનાર સિરામિક એક્સપોના પ્રમોશનમાં નેધરલેન્ડ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સનો ખુબજ સારો સહયોગ મળી રહ્યો હોવાનું સિરામિક એસો.દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.