Abtak Media Google News

નાના અને મોટા ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી ગુજરાતે વિશ્ર્વભરમાં એક આગવી ઓળખ ઉભી કરી છે

પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ જે પ્રકારે ગુજરાતના વિકાસને તાયફો કહે છે અને વિકાસવિરોધી કોંગ્રેસ, ગુજરાત વિરોધી કોંગ્રેસ કે ગુજરાત વાઇબ્રન્ટને નુકશાન કરતી કોંગ્રેસ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખના નિવેદની જણાઇ આવે છે. ૨૦૦૩ થી ગુજરાત વાઇબ્રન્ટ શરૂ યુ છે.

સમગ્ર દેશમાં આવા પ્રકારના કાર્યક્રમો થવાના શરૂ થયા છે. જેને વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા આંખના કણાની માફક ખૂંચતી હતી. ૨૦૧૪ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની કોંગ્રેસે કેન્દ્રની યુપીએ સરકારના ઇશારે વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેનાર ઉદ્યોગપતીઓને હેરાન પરેશાન કરવાની કોશીશો કરી હતી. કોંગ્રેસને એ વાતનો ભય હતો કે ગુજરાતની આ સફળતાને કોંગ્રેસના શાસની દૂર કેવી રીતે રાખવી ?

વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસ ખૂબ જ વધ્યો છે. મોટા ઉદ્યોગો સાથે નાના-નાના ઉદ્યોગો પર વધ્યા છે અને વિકાસ થયો છે. દૂનિયામાં ગુજરાતની એક આગવી ઓળખ બની છે. માટે જ ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશ શ્રેષ્ઠત્તમ રાજ્ય બન્યુ છે.

જાડેજાએ જણાવ્યુ હતુ કે, યુપીએ સરકારમાં ગુજરાતની ઓદ્યોગિક સ્થિતિ અને નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં હાલની ગુજરાતની ઓદ્યોગિક સ્થિતિને સરખાવવાી જ દેખાઇ આવે છે કે ગુજરાતને દેશમાં ઓદ્યોગિક ક્ષેત્રે કેટલું બળ પ્રાપ્ત થયુ છે. જીડીપીમાં વધારો થયો છે. તા રોજગારી આપવામાં પણ ગુજરાત શ્રેષ્ઠત્તમ રહ્યુ છે. કોંગ્રેસને આવી વિકાસ વિરોધી છબીને કારણે જ સત્તાથી દૂર રહ્યુ છે. રાહુલ ગાંધીના બફાટ પર પૂછવામાં આવે ત્યારે કોંગ્રેસનું મોં સીવાઇ જાય છે.

જાડેજાએ જણાવ્યુ હતુ કે, જસદણમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હોય તેમ લાગે છે કારણ કે, હલકી માનસિકતા ધરાવતી કોંગ્રેસ હલકી રાજનીતિ કરીને સમાજ – સમાજમાં વાડાઓ ઉભા કરવા માંગે છે. સમાજને તોડવા માંગે છે. કોંગ્રેસના સમયમાં તૂટક – તૂટક વિજળી લંગડી વિજળી મળતી હતી ત્યાં હાલમાં નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગામડાઓમાં પણ ૨૪ કલાક વિજળી પ્રાપ્ત થાય છે.

ખેડૂતોને ખેતી માટે ૮ કલાકની વિજળી આપી છે. કોંગ્રેસના શાસનમાં સુરેન્દ્રનગર જીલ્લામાં જ્યાં પાણીના ટીંપા માટે જનતા વલખા મારતી હતી ત્યારે હાલમાં કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં સુરેન્દ્રનગર જીલ્લામાં નર્મદા નદીનું પાણી પહોંચ્યુ છે તથા ખેતીમાં સમૃધ્ધિ થઇ છે. એક પાક લેનાર ખેડૂત ત્રણ-ત્રણ પાક લેતો થયો છે. પરંતુ કુદરત જ્યારે રૂઠી હોય ત્યારે હવનમાં હાંડકા નાખનારી કોંગ્રેસ દુષ્કાર જેવી સ્થિતિમાં નર્મદાના પાણી મળતૂ થયુ હોવા છતા પણ ખોટા આક્ષેપો કરવાનું છોડતી નથી તે કોંગ્રેસની માનસિકતા છતી કરે છે તેમ જાડેજાએ અંતમાં જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.