Abtak Media Google News
પારિવારિક ઝઘડાનો ખાર રાખી કાકા ભત્રીજા સહીત ૪ પર હુમલો
 કાકા સહિતના ચાર શખ્સોએ લાકડી વડે ભત્રીજાને માર મારતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

વિછીયા તાલુકાના સનાળી ગામે પારિવારિક ઝઘડાનો ખાર રાખી ભત્રીજા ઉપર કાકા સહિત ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના સનાળી ગામે રહેતા કિશોરભાઈ અંબારામભાઈ ફતેપરા નામના 42 વર્ષનો યુવાન રાત્રિના પોતાના કાકા વલ્લભભાઈ ફતેપરાની વાડીએ હતો ત્યારે પારિવારિક ઝઘડાનો ખાર રાખી કાકા વલ્લભ વિઠ્ઠલ ફતેપરા, પોપટ વિઠ્ઠલ ફતેપરા, કલ્યાણ અંબારામ અને અમરત ગોપાલ નામના શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.