Abtak Media Google News

કામ બાબતે ઠપકો દેતા પાવડાથી માર્યો માર

ગોંડલના વોરાકોટડા ગામે વાડીમાં કામ કરતા ભાગીયાઓએ  વાડી માલિક પર કામ બાબતે પાવડાથી હુમલો કર્યાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસમા નોંધાય છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોંડલમાં મોહનપાર્ક સોસાયટીમાં રહેતા અને વોરા કોટડા  ગામે વાડી ધરાવતા નીલેષભાઈ ગોરધનભાઈ રાણપરીયાએ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ તુ મારી વાડીએ  ભાગીયા તરીકે  કામ કરતા મૂળ એમ.પી.નાં માનસિંહ  માળી સાથે વાડીએ કામ બાબતે બોલાચાલી  થતા મારા પિતાજીએ ઝઘડો કરવાની ના કહેતા માનસિંહ માળી અને તેનો સંબંધી નિર્મળસિહ મારા પિતાજી પર પાવડાથી માથામાં અને પગમાં મારી ફેકચર જેવી  ઈજા પહોચાડી છે. પોલીસે  ફરિયાદ નોંધી બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.