Abtak Media Google News

પોતાનો જન્મદિવસ આપત્તિગ્રસ્તોને સમર્પિત કરી ‘રિયલ કોમનમેન’ હોવાનું પ્રસ્થાપિત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠામાં પાંચ દિવસનું રોકાણ કરી રાહતકાર્યોનું માર્ગદર્શન કરી રહ્યાં છે. તેમણે આજે પોતાના જન્મદિવસે પણ આપતિગ્રસ્તોને સમર્પિત ‘રીયલ કોમનમેન’ હોવાનું પ્રસ્થાપિત કરી દીધું છે. રંગૂનમાં જન્મીને રાજકોટથી તેમણે પોતાના જીવનની શ‚આત કરી હતી. ‚પાણીના જીવનની સાથે સાદગી, સરળતા, સહજતા અને સદભાવના વણાયેલી અને ગૂંથાયેલી છે ભૂકંપ સમયે તેમણે પીડિતોની વચ્ચે જઈ રાહત અને બચાવ કાર્ય કર્યું હતું. તેમની સંવેદનાના સહભાગી થયા હતા.  આજે ગુજરાતમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખાસ કરીને ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પૂરપીડિતો વચ્ચે રહીને તેઓ બચાવ અને રાહતનું કાર્ય સંભાળી રહ્યા છે. જન્મદિવસ ધામધૂમ કે ઝાકમઝાળથી ઉજવવાને બદલે તેઓ પીડિતોના આંસુ લુછીને પોતાનો જન્મદિવસ મનાવશે. તેમણે એક વર્ષમાં ૩૫૦ કરતા વધુ પ્રજાલક્ષી નિર્ણયો લઈને પ્રગતિશીલ ગુજરાતની ગતિશીલતા અને પ્રગતિને આગળ ધપાવવાનું કાર્ય કર્યું છે. પ્રજા સાથે સીધો ધરોળો અને નિકટતા ધરાવનાર એવા મુખ્યમંત્રી રૂપાણીની નિર્ણાયક સરકારે સુ.સંચાલન કરીને અનેક મહત્વના પગલા લીધા છે. વિજયભાઈ રૂપાણી પોતાનાનામ પ્રમાણે જ દરેક બાબતમાં વિજયી નિવડયા છે.

રાજકોટ કોર્પોરેશનની ચુંટણી હોય કે રાજય વિધાનસભાની ચુંટણી હોય હરહંમેશા વિજયભાઈ રૂપાણીનો હરહંમેશા વિજય થયો છે. પક્ષના ઉમેદવારોનો વિજય થાય તેવા સતત પ્રયાસો તેમણે કરી કર્મઢતા અને નિષ્ઠા પુરવાર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.