Abtak Media Google News

સમગ્ર મામલે રોષ ફેલાતા ડેપ્યુટી કલેકટર દ્વારા રદિયો આપી કોઈ ચાર્જ નહી લેવાનો નિર્ણય કરાયો

જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ પર જળા અભિષેક મામલે 350 વસૂલવાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ વ્યાપ્યો હતો. ત્યારબાદ આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોક રોષને લઈ આખરે જળ અભિષેક માટે ચાર્જ વસુલવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.  ડેપ્યુટી કલેકટર દ્વારા જળ અભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જસદણ ડેપ્યુટી કલેકટરએ રદિયો આપી કોઇ પણ ચાર્જ નહિ લેવામાં આવે તેવી અખબારી યાદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક કરવા અંગે 19 ડીસેમ્બરના રોજ ચાર્જ લાગશે. તેવો નિર્ણય લેવાયો હતો. નાયબ કલેક્ટરને 351 રૂપિયા ચાર્જ નક્કી કર્યો હતો. જે નિર્ણયથી શિવભક્તો નારાજ થયા હતા. જેને લઈ હવે જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોઘ કર્યો હતો.

સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો હતો

રાજકોટના જસદણ ખાતે આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવે છે. આ તરફ જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈ એક મોટો નિર્ણય કરતાં હવે શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કરતાં સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, અંગત સ્વાર્થ હોવાથી અમૂક લોકો વિરોધ કરે છે. જળાભિષેકના જે રૂપિયા આવશે તેનો યાત્રી સુવિધામાં ઉપયોગ થશે. જોકે મહત્વનું છે કે, રાજકોટના કલેક્ટર ઘેલા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.