Abtak Media Google News

16 પાઘ પૂજન, 16 ધ્વજાપૂજન અને 600થી વધુ મહામૃત્યુંજય યજ્ઞમાં 300થી વધુ પરિવાર થયા સામેલ

પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના  સાનિધ્યમાં શ્રાવણના  પ્રથમ દિવસે જ  શિવોત્સવ જોવા મળ્યો હતો.  24698 થી વધુ ભકતો ઉમટી પડયા હતા.શ્રાવણ માસના પ્રથમ દિવસે સાયં આરતી સુધીમાં 24,698 થી વધુ ભક્તો એ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.દિવસ પર્યન્ત પાઘ પૂજન- 16 સોમેશ્વર મહાપૂજા, 16 ધ્વજા પૂજા, 6000 થી વધુ મહામૃત્યુંજય યજ્ઞ માં 300 થી વધુ પરિવારો ભાગ લઇ ધન્ય બન્યા હતા.

શ્રાવણ સુદ એકમના સોમનાથ મહાદેવને પુષ્પ શૃંગાર કરવામાં આવેલ હતો, ગુલાબ ના પુષ્પો, ગલગોટા સહિતના વિવિધ ફૂલો અને હારમાંથી આ શૃંગાર તૈયાર કરવામાં આવ્યો હતો.જેમાં આશરે 77 કિલો ફૂલો નો ઉપયોગ કરવામાં આવેલ હતો. સાથે જ શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને અન્નકુટ ધરવામાં આવેલ હતો, મનમોહક શૃંગારના દર્શન થી ભક્તો ધન્ય બન્યા હતા.

ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની રત્નાકર સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તિમય વાતાવરણમાં શરૂઆત થઇ ચુકી છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના મનોરથ સાથે સોમનાથ પહોચી રહ્યા છે.

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો થતો જઈ રહ્યો છે ત્યારે યાત્રીઓને વધુ સુલભ દર્શન થઈ શકે તે દિશામાં  વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના  અધ્યક્ષ  નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સતત કાર્યરત છે. તેમના કરુણામય માર્ગદર્શનમાં દર્શને આવનાર વૃદ્ધ અને દિવ્યાંગ યાત્રીઓને વધુમાં વધુ સરળ અને સુચારુ દર્શન વ્યવસ્થા આપીને તેમના દર્શન નો અનુભવ ઉત્તમ થઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલ્ફ કાર્ટ, વ્હીલ ચેર, લિફ્ટ,સહાય કેન્દ્ર તથા કોઈ યાત્રી સોમનાથ થી ભૂખ્યા ન જાઈ અને ભોજન મહાપ્રસાદ ટ્રસ્ટ ના અન્નક્ષેત્રખાતે થી મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.   સોમનાથ મહાદેવના સાનિધ્યે સમગ્ર શ્રાવણ માસ સુધી ચાલનાર મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબ, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે ટ્રસ્ટ પરિવાર તેમજ ભાવિકો જોડાયા હતા. મહામૃત્યુંજય યજ્ઞમાં સોમનાથ દર્શને આવનાર દરેક શિવભક્ત યજ્ઞ આહુતી આપી સોમનાથ મહાદેવના સાનિધ્ય યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે તેવુ વિશેષ આયોજન શ્રાવણ પર્યન્ત કરવામાં આવેલ છે.

સોમનાથમાં શ્રાવણ પર્વે માસની શરૂઆત સોમનાથ મહાદેવને ટ્રસ્ટ દ્વારા ધ્વજાપૂજાથી કરવામાં આવે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  જે.ડી.પરમાર  , જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા ધ્વજાપુજન, પાઘપૂજન કરવામાં આવેલું પાઘ અને ધ્વજાજીની પરિસરમાં ભવ્ય શોભાયાત્રા નિકળેલી હતી, જેમાં ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ અને યાત્રીકો જોડાયા હતા.

સાથેજ શ્રાવણમાસ દરમ્યાન યાત્રીકો દ્વારા નોંધાવવા આવતી સવાલક્ષ બિલ્વપૂજન નો પ્રારંભ કરવામાં આવેલ જેમાં પ્રતિનિધિ સ્વરૂપ ભુદેવો શ્રાવણમાસ પર્યન્ત બિલ્વાર્ચન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.