Abtak Media Google News

૫૦થી વધુ મતદારોનું સમર્થન

રાજકોટ જિલ્લા સહકારી સંઘની આગામી ચુંટણી અંતર્ગત વિજયભાઈ કોરાટ દ્વારા રાજકોટ તાલુકામાંથી ઉમેદવારી નોંધાવેલ છે. વિજયભાઈ કોરાટની પ્રશંસનીય કામગીરીથી સૌ કોઈ વાકેફ હોય કુલ મતદારો ૧૨૭ પૈકીમાંથી ગામેગામથી સેવા સહકારી મંડળીના ૧૮ મતદારો તથા દુધ ઉત્પાદક મંડળીના ૪ મતદારો, કર્મચારી કો-ઓપ સોસાયટીના ૨ મતદારો, શરાફી સહકારી મંડળીના ૧૩ મતદારો અને કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના ૩ મતદારો વિગેરે આશરે ૫૦ જેટલા મતદારો વિજયભાઈ કોરાટના સમર્થનમાં ઉમેદવારી નોંધાવતા સમયે હાજર રહેલ છે. વિજયભાઈ કોરાટ રાજકોટ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકેની પણ ફરજ બજાવે છે તથા પ્રશંસનીય કામગીરી કરતા રહેલ છે. લોકોના પ્રશ્ર્નો હોય કે સરકારમાં રજુઆત કરવાની હોય ત્વરીત નિર્ણય શકિત અને ઝડપી નિકાલ લાવવાની તેમની કાર્યદક્ષતા તરીકે તેઓ જાણીતા છે. તેમની કાર્યકુશળતાનો લાભ સહકારી સંઘને પણ મળે તે અંગે વિવિધ સહકારી ક્ષેત્રના મતદારોનું તેઓને સમર્થન સાંપડેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.