Abtak Media Google News

વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં અનેક વિશિષ્ટ જોગવાઇ

રાજકોટ જીલ્લા પંચાયતના સામન્ય બજેટમાં અસાધારણ કામગીરી આજ સુધી સિચાઇના કામો મંડળી દ્વારા કરવામાં આવતા જે 5 લાખ સુધીના કામોને ટેન્ડર પ્રક્રિયા ન કરવા તેમજ ગ્રામ પંચાયતને સીધી સતા શોપણી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સિચાઇના કામોને વેગવંતા કરવા બદલ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરનો ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખ વિજયભાઇ કોરાટે આભાર માન્યો છે. સને 2021-22ના સામાન્ય બજેટમાં સ્વભંડોળ માંથી મંજુર કરવામાં આવેલ વિશિષ્ટ જોગવાઇમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખ, ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખ, વિકાસના કામો માટે 7 કરોડ 92 લાખ, પ્રા. શાળામાં શૈક્ષણિક સાધનો અને શાળા કમ્પાઉન્ડ વોલને રંગરોગાન માટે પ લાખ, પા. શાળામાં પીવાના પાણીની સુવિધા માટે સ્થાય પ્રકારનો ખર્ચ માટે 10 લાખ, પ્રા. શાળા કમ્પાઉન્ડ દરવાજાથી શાળા સુધી પેવીગ બ્લોક માટે 20 લાખ, પ્રા. શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન તથા તે અંગેની મશીનરી ક્રીડવા 25 લાખ, નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ગોગીગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃતિ માટે 5 લાખ, હદય રોગ, કેન્સર, કીડની, થેલેસેમિયા, બ્રેઇન સર્જરી, બ્રેઇન ટયુમર અને પેરાલીસીસ માટે સામુહિક રીતે સહાય માટેની 5 લાખ, આંગણવાડીના મકાન તેમજ સ્થાયી પ્રકારના મરામત ખર્ચ માટે (આંગણવાડી કમ્પાઉન્ડમાં પેવીંગ બ્લોક/ પાણીના કનેકશન વગેરે કામો) માટે 30 લાખ, મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુષગિક સ્થાયી પ્રકારના ખર્ચ માટે 15 લાખ, આંગણવાડીમાં રમત-ગમતના સાધનો ખરીદવા માટે 12 લાખ જે આંગણવાડીમાં કમ્પાઉન્ડ હોય ત્યાં નવા દરવાજા બનાવવા તેમજ કમ્પાઉન્ડ વોલમાં કલર અને ચિત્ર અગેના ખર્ચ માટે 24 લાખ, સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ (તા.15-9-16ના ઠરાવ મુજબના કામો)માટે 65 લાખ, તળાવો અને બંધારાની નેહેરો અને નેહેરના દેખરેખના કામો માટે 50 લાખ, વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે 25 લાખ, જિ.પ. દ્વારા બિન પરંપરાગત ઉર્જાના સાધનો માટે 15 લાખ સહિત અનેક જોગવાઇ કરવામાં આવેલ છે. બજેટમાં  સર્વાગી વિકાસને આવરી લેતા ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખ વિજયભાઇ કોરાટએ આવકારી ફરી એકવાર જિલ્લા પચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરને અભિનદન સહ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.