Abtak Media Google News

જન્મદિનની શુભકામના સ્વીકારવાનું છોડી બનાસકાંઠાના પૂરપીડિતો માટે દોડી ગયા

ઓખી ને પહોંચી વળવા પ્રચાર છોડી સુરત દોડી ગયાં

અન્નપૂર્ણા યોજના હોય કે ખેડૂતને વ્યાજ મુક્ત લોન હોય સરકારની દરેક યોજનામાં વિજયભાઈની માનવીય સંવેદના ઝલકતી જોવા મળે છે

સૌની યોજના લાવનારા સૌના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

લગભગ આઠેક મહિના પહેલાની વાત છે, ગાંધીનગર પાસેી મુખ્યમંત્રીનો કાફલો પસાર તો હતો. અચાનક જ બધી મોટરો થભી ગઈ. મુખ્યમંત્રી પોતે કારમાંથી ઉતરી ગયા. સ્ટાફ પણ સ્વાભાવિક રીતે ઉતર્યો. ઘાયલોને તાત્કાલિક સારવાર મળે એ માટે મુખ્યમંત્રીએ વયવસ કરાવી અને પછી જ આગળ ગયા. કોઈ ફિલ્મનુ દૃશ્ય લાગે એવી આ ઘટના ફિલ્મી નહિ પણ સાચી છે. આ રાજ્ય એટ્લે ગુજરાત અને આ મુખ્યમંત્રી એટલે શ્રી વિજયભાઈ રૂપાણી, જેઓ રાજકોટ પશ્ચિમમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને હવે બીજી વાર ગુજરાતનાં મુખ્યમંત્રી બનવાના છે.

સરકાર સક્ષમ, સર્મ, સફળ, સક્રિય, સચોટ, સુદ્રઢ, સુશાસન આપનારી તો હોવી જ જોઈએ પરંતુ આ બધુ હોય એ ઉપરાંત સરકારનું એક મુખ્ય તત્વ એ છે કે સરકાર સંવેદનશીલ હોવી જોઈએ, મુખ્યમંત્રી પોતે ભારોભાર સંવેદનશીલ હોવા જોઈએ. અને રાજકોટ કા બેટા, ગુજરત કા નેતા એવા શ્રી વિજયભાઈ સંવેદનશીલ છે. રાજ્યના તમામ વર્ગ, તમામ વય, તમામ જ્ઞાતિ-ધર્મના લોકો માટે એમને ભરપૂર સંવેદના છે અને એના એક નહીં અનેક દાખલા જીવંત છે.

સાવ નજીકના ભૂતકાળની વાત કરીએ તો ગુજરાત પર ઓખી વાવઝોડાનો ભય ઝળુંબતો હતો, વહીવટી તંત્ર તો સજ્જ હતું જ પણ શ્રી વિજયભાઈના તો ચૂંટણીના અનેક કાર્યક્રમો હતા. રાજકોટમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવાની હતી બધુ નક્કી હતું. પરંતુ ખરા ર્અમાં જેમને નેતા કહેવાય એ શ્રી વિજયભાઈ રૂપાણી તો સાંજે અચાનક ટીવીમાં દેખાયા અને એ પણ પ્રચાર કરતાં નહીં. વાવાઝોડું આવે તો શું? એનું આગોતરું આયોજન કરતાં એ નજરે પડ્યા. અને એ બેઠા હતા છેક સુરત. ઇલેક્શનનો પ્રચાર એક બાજુ રાખી તેમણે હવામાનની પ્રતિકૂળતા છતાં ગમે તેમ સુરત પહોચી ગયા. સો સચિવો પણ ગયા. આખી વ્યવસ ગોઠવી. અને કહ્યું કે અમે બુધવાર સવાર સુધી જાગશું. મહત્વની વાત એ છે કે મંગળવારે સાંજે એમનું હેલિકોપ્ટર પણ સુરતમાં લેન્ડ ઈ શકે એમ નહોતું તો પણ જોખમ ખેડીને એ ત્યાં ગયા. પ્રજાભિમુખ વહીવટનો આનાથી શ્રેષ્ઠ બીજો ક્યો દાખલો હોઇ શકે? પણ આ કઈ એક કે પહેલીવારની ઘટના ની. કોર્પોરેટર હતા ત્યારી એ આમ જ સંવેદનશીલ રીતે જીવ્યા છે. પોતાના અંગત જીવન પર આવેલા દુખને એમણે અન્યના સુખનું મધ્યમ બનાવ્યું. પુત્ર પૂજિતનું બાલ્યવસમાં નિધન યું તો એમણે એની સ્મૃતિમાં સંસ બનાવી અને કચરો વીણતા બાળકોને શિક્ષણ આપવાનું ભગીર કાર્ય કર્યું, કોર્પોરેશનમાં પણ ગરીબો માટે આવાસ યોજના કે છેવાડાના વિસ્તારમાં પાણી અને અન્ય સુવિધા પહોચે એ  માટે એ તત્પર રહેતા.

મુખ્યમંત્રી બન્યા પછી પણ આ સ્વભાવ એમણે છોડયો ની. સેવાસેતુ નામના કાર્યક્રમ અંતર્ગત કેટલા ય પરિવારોને જીવન જરૂરી વસ્તુઓ પહોચડી. શ્રમિકો માટે ફક્ત રૂપિયા ૧૦માં ભરપેટ ભોજનની સુવિધા પણ એમના શાસનમાં શરૂ ઈ અને આજે પણ સારી રીતે ચાલે છે. સંવેદનશીલ મુખ્યમંત્રી એટલા માટે એમને કહી શકાય એમ છે કે તેઓએ મધ્યમ વર્ગના વાલીઓની સ્તિને મહેસુસ કરી અને ફી નિર્ધારણ નું બિલ પસાર કર્યું. તો વળી બીજી તરફ ગૌહત્યા પ્રતિબંધક ધારો પણ પસાર કરાવ્યો. અને આ જ મુખ્યમંત્રીએ રાજ્યના યુવાનો, ગરીબ વર્ગના પુરુષો અવળા માર્ગે ન જાય,એમનું પતન ન થાય એટલા માટે દારૂબંધીના કાયદાને પણ વધુ મજબૂત બનાવ્યો.

ફક્ત વહીવટ કરવો એમ નહીં પણ પ્રજાની સુખાકારી માટે સતત સજાગ રહેવું એ એમણે કરી બતાવ્યુ. બ્નસકાંઠામાં પૂર આવ્યું એ વખતે તો એમનો જન્મદિવસ હતો. પણ વિજયભાઇ તો કેબિનેટને લઈ ને પહોચી ગયા એ જળબંબાકાર વિસ્તારમાં અને ૫ દિવસ પૂર પીડિતોની સો રહી તંત્રને સાબદું પણ રાખ્યું અને શાબાશી પણ આપી. રાજકોટમાં કોઈ પરિવારમાં કઈ બનાવ બને,કોઈ જૂના મિત્રના પરિવારજનનું અવસાન થાય તો ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ મુખ્યમિત્ર તરીકે હાજર હોય. એમનું શાસન ફક્ત ગુજરાત પર ની, દરેક ગુજરાતીઓના,રાજકોટ વાસીઓના દિલ પર છે.

પાણીની સમસ્યાી પીડાતી સૌરાષ્ટ્રની પ્રજા માટે સૌની યોજનાના અમલમાં વિજયભાઈએ ઝડપ કરાવીા આજે ખેડૂતો અને ગૃહિણીઓ પાણી સમસ્યા ભૂલી ગયા છે. એટલે આ સૌની યોજના લાવનારા સૌના મુખ્યમંત્રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.