Abtak Media Google News

શારિરીક માનસીક તણાવને સાધના દ્વારા દૂર કરવાનો એક આધ્યાત્મિક  પ્રયાસ

વિપશ્યના સાધના દ્વારા મનને નિર્મળ કરી ક્ષમતામાં સ્થાપિત કરી શકાતુ હોય મનના વિચારો દૂર કરવા માટેનો અક્ષર ઈલાજ બને છે. વિપશ્યનાનો ઉચ્ચતમ  આધ્યાત્મિક લક્ષ્ય સંપૂર્ણ મૂકિત છે.એનો ઉદેશ કેવળ શારીરીક વ્યાધિઓનું  નિર્મલન કરવાનો નથી પરંતુ   ચિંત સુધી દ્વારા બીમારી દૂર કરવાનો છે.

Advertisement

રવિવારે 27 ઓગસ્ટના રોજ રૈયા રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં સાંજે ચારથી સાત રોજ એનામ સિક્યુરિટીના સહ સ્થાપક શ્રી વલ્લભભાઈ ભણસાલીના અનુભવ વિષે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી તથા ફાઈનાન્સિયલ ફીલ્ડ સાથે જોડાયેલ લોકો તેમજ વિમાના બીઝનેસ સાથે સંકળાયેલા લોકો, ઉદ્યોગપતિઓ તેમજ દરેક વ્યવસાયી પોતાના વ્યસ્ત જીવનમાં વિપશ્યના ને સ્થાન આપી જીવનધોરણ કેવી રીતે વધુ સારું બનાવી શકે તે અંગે માહિતી મેળવવાનો છે.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા વલ્લભભાઈ ભણસાલી ત્રણ દાયકાથી વિપશ્યના ધ્યાન પદ્ધતિ સાથે જોડાયેલ છે અને પોતાની સફળતાનો શ્રેય વિપશ્યના ધ્યાન પદ્ધતિને આપે છે. તેઓ ભારતના જાણીતા વિચારશીલ નેતા, માર્ગદર્શક અને સ્વપ્નદૃષ્ટા રોકાણકાર, ઉદ્યોગપતિ છે. તેઓ પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ એનામ સિક્યુરિટીઝના સ્વસ્થાપક છે. તેઓએ 2010થી તેમનું જીવન મુખ્યત્વે સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં સમર્પિત કર્યું છે. તેમના ઘણા સમજિક કાર્યોમાં તેઓ ફ્લેમ યુનિવર્સિટીનાં ગવર્નરિંગ બોર્ડનાં સ્થાપક સભ્ય છે તેમજ તેમને સત્યવાદી જીવનના વ્યવહારિક ફાયદાઓને પ્રકાશિત કરવા માટે પ્લેટફોર્મ ટ્રુથ ટોકસ પણ શરૂ કર્યુ છે. વલ્લભભાઈ ભણસાલીજીએ ભારતીય રિઝર્વ બેન્કના બોર્ડમાં અને અનેક નીતિ નિર્ધારણ સલાહકાર સમિતિઓમાં સેવા આપી છે. તેમને બે માનદ ડોક્ટરેટની ડીગ્રીથી નવાજ્વા ઉપરાંત ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સનાં હોલ ઓફ ફેમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તેઓ ગ્લોબલ વિપશ્યના ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

Screenshot 12 7

વિપશ્યના ધ્યાન પદ્ધતિ ભારતની અત્યંત પુરાતન સાધના વિધિ છે. વિપશ્યનાનો અર્થ થાય છે કે જેવું છે એને ઠીક એ રીતે જ જોવું. લગભગ 2500 વર્ષ પૂર્વે ભારતમાં આ પદ્ધતિ એક સાર્વજનિન રોગના સાર્વજનિન ઉપાય અર્થાત જીવન જીવવાની કળાના રૂપમાં શીખવવામાં આવતી હતી. અત્યારે ભારત અને વિદેશોમાં વિપશ્યાનાનાં 300 કરતાં વધુ કેન્દ્રો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, મહુવા, ટોડી, પાલીતાણામાં કેન્દ્રો આવેલા છે અને જુનાગઢમાં કેન્દ્ર બની રહ્યુ છે. સૌરાષ્ટ્રનાં અનેક નામાંકિત ડોક્ટરોએ પોતાની હોસ્પિટલ 10 દિવસ બંધ રાખીને પણ આ વિપશ્યના ધ્યાન શિબિરનો લાભ લીધો અને તેઓને થયેલ અનુભવોનું સંકલન વિપશ્યના – ડોક્ટરની દ્રષ્ટિએ” પુસ્તક દ્વારા કરવામાં આવ્યુ છે.આ પુસ્તક તથા વિપશ્યના અંગેની વધુ માહિતી આપને રાજકોટની વિપશ્યના સીટી ઓફિસેથી નિ:શુલ્ક મળી જશે. સીટી ઓફિસનું એડ્રેસ: ભાભા ડાઇનિંગ હોલ, પંચનાથ રોડ પર આવેલ છે. જેનો ફોન નંબર 0281223366 તથા 94262 02222 છે.

આ શિબિર અંગે વાત કરતા આચાર્ય શ્રી રાજુભાઈ મહેતા (જેવો એક સફળ ઉદ્યોગપતિ તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતનાં બીજા સાત રાજ્યોની વિપશ્યના અંગેની જવાબદારી સંભાળે છે) જણાવે છે કે આજનું તબીબી વિજ્ઞાન એ વાત સાથે સહમત છે કે શરીરના ઘણા બધા રોગોનું ઉદભવ સ્થાન માણસનું મન છે મનના વિકારો વિવિધ પ્રકારના રોગનું કારણ

રાજકોટનું ધમકોર્ટ વિપશ્યના ધ્યાન કેન્દ્ર હજારો વૃક્ષોથી આચ્છાદિત રંગપર જામનગર રોડ ખાતે આવેલ છે જેનો કોન્ટેક નંબર 7878727240 છે.

આપ સર્વેને 27 ઓગસ્ટને રવિવારનાં રોજ, સાંજે 4 વાગ્યાથી સમયસર આ કાર્યક્રમમાં હાજર રહેવા સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર નિમંત્રિત કરે છે. આ કાર્યક્રમનું રજિસ્ટ્રેશન નિ:શુલ્ક છે, પરંતુ વ્યવસ્થાનાં ભાગરૂપે અનિવાર્ય હોવાથી સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. પંચનાથ રોડ, રાજકોટ  (મો. 9033111117), (મો. 9998120884), (મો. 9924940841) પર   કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.