Abtak Media Google News

વિવેકાનંદ યુથ કલબ દ્વારા વિરાણી હાઈસ્કુલમાં શાળામાં શિક્ષણનું સ્તર,લોકભાગીદારી, પર્યાવરણ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ શાળા એવોર્ડ વૃક્ષારોપણ છાત્ર સત્કાર સમારંભ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ વિરાણી હાઈસ્કુલના મધ્યસ્થ ખંડમાં સૌ.યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો. દવેના અધ્યક્ષ સ્થાને તેમજ ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠાકર, મોઢ વરીક સમાજના બિમલભાઈ કલ્યાણી હર્ષદભાઈ પંડયા રમેશભાઈ વિરાણીના મુખ્ય અતિથિ પદે યોજવામાં આવ્યો હતો.

જેનું વિરાણી હા.ટ્રસ્ટના પ્રમુખ જયંતભાઈ દેસાઈએ મંગલદીપ પ્રગટાવી ઉદઘાટન કરાયું હતુ.

સંસ્થા દ્વારા વિરાણી હા.ને તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રેષ્ઠ શાળા શીલ્ડ, પાંચ હજારનો પુરસ્કાર તેમજ પુસ્તકો ભેટ આપીને સૌ.યુનિ.ના કાર્યકારી મહિલા કુલપતિ ડો.દવેએ શ્રેષ્ઠ શાળા એવોર્ડ અર્પણ કરેલ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ આભારની લાગણી વ્યકત કરી હતી.

આ પ્રસંગે શાળા પરિસરમાં સમારંભના અતિથિઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. સંચાલન અનુપમ દોશીએ કર્યું હતુ અંતમાં આભારવિધિ પંકજ રૂપારેલીયાએ કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, રમેશ શીશાંગીયા, દિલીપ સુચક, સંજય મહેતા, પરિમલ, જોષી, તથા શાળા પરિવાર જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.