Abtak Media Google News

વોઇસ ઓફ લોયર્સ ગ્રુપના એડવોકેટ મિત્રો માટે કાનુની માર્ગદર્શન આપવાના હેતુથી એક લીગલ સેમીનાર રવિવારે રાજકોટ ખાતે યોજાઇ ગયો. આ સેમીનારમાં કાનુનનાં તજજ્ઞો દ્વારા ઉ૫સ્થિત એડવોકેટને કાનુનની વિવિધ કલમો અને અર્થધટન વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

ધોળકીયા સ્કુલ બાલાજી હોલ ખાતે આયોજીત આ સેમીનારમાં બોમ્બે લેન્ડ રેવન્યુ કાર્ડ, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ સી.આર.પી.સી. તથા બેઇક સંબંધીત કાનુની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરતથી આવેલા કાનુની કરાર લેખક અને એડવોકેટ નઝમુદ્દીન મેધાણીએ જમીન અંગેના કાયદાઓની શરુઆતનાં સમયથી લઇને હાલમાં પ્રવર્તતા કાયદાઓ અંગે વિશેષ ધાસુરાએ નેગોસીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અંગે વિસ્તારથી પોતાનું વકતવ્ય આપ્યું હતું. જયારે એચ.પી.બક્ષીએ સી.આર.પી.સી. એન્ડ બેઇલ સંબંધી કાયદાઓની વિસ્તૃત છણાવટ કરી હતી.

5 2 1કાયદા નિષ્ણાંતોના મંતવ્યે અને માર્ગદર્શનથી વકીલાતના વ્યવસાયમાં અસીલોને સરળ ભાષામાં કઇ રીતે સમજાવી શકાય અને એમને ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે તે હેતુથી આયોજીત સેમીનારને હાજર વકીલ શ્રોતાઓએ વખાણ્યો હતો. તેમજ આવા સેમીનારનું સમયાંતરે આયોજન થવું જોઇએ તેવી લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમનું સફળ આયોજન કરવા માટે એડવોકેટ ઇન્દ્રસિંહ ઝાલા,  વિશાલ ગોસાઇ, જયેન્દ્ર કુંડલીયા, અમીત વ્યાસ, મેહુલ મહેતા, નિલેશ અગ્રાવત, સંદીત વેકરીયા, અભિષેક શુકલ તેમજ રાજેશ જલુ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી. લીગલ સેમીનારમાં બારના પ્રમુખ અનિલ દેસાઇ, એમ.એ.સી.પી. બારના પ્રમુખ રાજેશભાઇ મહેતા, ક્રીમીનલ બારના પ્રેસીડેન્ટ તુષારભાઇ બસલાણી, લેબર બારના પ્રેસીડેન્ટ ડી.ડી.છાયા, રેવન્યુ બારના પ્રેસીડેન્ટ દિલીપ મીઠાણી રેવન્યુ પ્રેકટીશનર બારના પ્રમુખ સી.એમ. પટેલ તથા મહીલા બારના પ્રેસીડેન્ટ લતાબેન જોષી, અને બારના સીનીયર ધારાશાસ્ત્રીઓ તથા રાજકોટના તમામ જયુડીશ્યલ ઓફીસરો હાજર રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ આમંત્રિત મહેમાનો તથા ધારાશાસ્ત્રીઓનો પરેશ મારુ, ઇન્દ્રસિંહ ઝાલા, વિશાલ ગોસાઇ, એ.કે.જોશી તથા અજુન પટેલ આભાર વ્યકત કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.