Abtak Media Google News

વેપારી વિભાગની 4 બેઠક બિનહરીફ; કાલેે મત ગણતરી

ધોરાજી માર્કેટીંગ યાર્ડની આજરોજ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 11 ફોર્મ ભરાતા ચૂંટણી યોજાય છે અને વેપારી વિભાગની 4 બેઠક બિનહરીફ થયેલ છે.

ખેડૂત વિભાગની ચૂંટણી માટે મતદાન સવારે 9 કલાકેથી શરૂ થયું છે. જેમાં 425 મતદારો ઉમેદવારોના ભાવી નક્કી કરશે. જેમાં ભાજપ પ્રેરીત પેનલના 10 ઉમેદવારોએ જયેશભાઈ રાદડીયા, જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરીયા અને આગેવાનોની હાજરીમાં ફોર્મ ભરેલા હતા અને અન્ય એક ફોર્મ અન્ય ખેડૂતે ભરતા ચૂંટણી યોજાઈ છે. આગામી તા.29/10/21ના રોજ મત ગણતરી હાથ ધરાશે.

ભાજપ પ્રેરીત ઉમેદવારોમાં નિલેશ કણસાગરા, ચાવડા પ્રદ્યુમનભાઈ, ઠેસીયા જયસુખભાઈ, પેથાણી જયસુખભાઈ, બરોચીયા કૈલાસભાઈ વલ્લભભાઈ, બાબરીયા ધીરજલાલ, હરકીશનભાઈ માવાણી, સરવૈયા અર્જુનસિંહ, સાપરીયા કિરીટભાઈ એમ મળી કુલ 10 ઉમેદવારોનું ભાવી આજે મતદારો નક્કી કરશે.

Screenshot 6 53

ધોરાજી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં 94 વર્ષના માજીએ ર્ક્યું મતદાન

ચાલી ન શકતા 94 વર્ષના વયોવૃદ્ધ ભોળા ગામના દિવાળીબેન ભીખાભાઈ હિરપરા (ઉ.વ.94)એ મતદાન કરવા આવતા અને ચાલી ન શકતા પણ ખુરશીમાં બેસાડી મતદાન કરેલ અને આ તકે ખેડૂત નેતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા અને ગોવિંદભાઈ રાણપરીયા અને અગ્રણીઓ હાજર રહેલ અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળેલ અને લાંબી લાઈનો લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.