Abtak Media Google News

રાજકોટની વીવીપી ઈજનેરી કોલેજનાં કેમીકલ, બાયોટેકનોલોજી અને સીવીલ ઈજનેરી વિભાગ દ્વારા પર્યાવરણને લગતા એક ટ્રેનીંગ ઈન્ડકશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. એઆઈસીટીઈ અને આઈએસટીઈ દ્વારા માન્ય આ કાર્યક્રમમાં વર્તમાન પર્યાવરણ લક્ષી પ્રશ્ર્નો અને પર્યાવરણની અસંતુલિતતાનાં કારણો પર રાજયના પર્યાવરણ વિભાગના જુદાજુદા ક્ષેત્રનાં વિષય નિષ્ણાંતો અને તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતુ.

Advertisement

કાર્યક્રમની શ‚આતનાં ઉદઘાટન પ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે. કમિશ્નર ચેતનભાઈ ગણાત્રા, મોરબી સ્થિત લિવેન્ઝા ગ્રેનિટો કંપનીના ડાયરેકટર રમેશભાઈ સુરાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા વૈદિક પ્રાર્થના અને દિપ પ્રાગટય દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયા બાદ સંસ્થાના કાર્યકારી આચાર્ય ડો.જહે.પી. મહેતાએ અતિથિ વિશેષ અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનું શબ્દ સ્વાગત કર્યું.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતાએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતુ કે, પર્યાવરણની દ્રષ્ટિએ દુનિયાના ૩૫૦થી વધુ દેશો પૈકી ભારત ખતરનાક પ્રદુષણ ધરાવતા દેશોમાં ૭માં સ્થાને છે. દુનિયાનાં ૨૦ સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં ભારતના ૧૪ શહેરો છે. હવાના પ્રદુષણથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૭૦ લાખ નાગરીકોના થતા મૃત્યુ પૈકી ભારતમાં ૨૪ લાખ નાગરીકોનાં મૃત્યું થયા છે. પ્રોસીડિગસ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સની શોધ મુજબ ૩૦ વર્ષના આંકડાઓનાં વિશ્લેષણ આધારે એ સ્થાપિત થયું છે કે ગીચ વસ્તીવાળા રાજયોમાં ધુંવાડાના વધતા પ્રમાણથી અનાજનું ઉત્પાદન ૫૦% ઘટયું છે. કોલસા અને પ્રદુષક બળતણની અસરોથી તાપમાન વૃધ્ધિ અને વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ સેમીનારમાં પર્યાવરણ વિભાગનાં જુદા જુદા ક્ષેત્રનાં વિષય નિષ્ણાંતો અને તજજ્ઞો પૂ. અપૂર્વમૂની સ્વામી, બી.આ. નાઈડુ, ડો.સી.બી.ઉપાસની, આશીત ગોઠી, કે.બી. વાઘેલા, ડો. આનંદરાય ડો. રોબીન કિષ્ટીન ડો. અંજલી ખંભેતે, ડો.નમ્રતા જરીવાલા, ડો. ડી.જે. પરીખ, જે.એન. જોશી, પવનકુમાર શર્માએ માર્ગદર્શન આપ્યું હતુ.

ડો. પિયુષભાઈ વણઝારાએ તમામને સત્કાર્યા હતા. તદઉપરાંત આ ટ્રેનીંગ પ્રોગ્રામનાં સમગ્ર કાર્યક્રમની ‚પરેખા આપી સૌને માહિતગાર કર્યા હતા. ચેતનભાઈ ગણાત્રાએ પર્યાવરણનો અભિન્ન અંગ હવા અને તેમાં થઈ રહેલા પ્રદુષણ અંગે ચિંતા વ્યકત કરીને કહ્યું હતુ કે આવા કાર્યક્રમોથી લોકોને માહિતગાર કરી કઈ રીતે હવામાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડી શકાય તેના વિચારો રજૂ કર્યા હતા.

આ છ દિવસીય ટ્રેનીંગ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કેમીકલ, બાયોટેકનોલોજી અને સીવીલ ઈજનેરી વિભાગનાં વડાઓ ડો. પિયુષ વણઝારા, ડો.જે.વી. મહેતા, પ્રો. ધર્મેશ સુરે તમામ કર્મચારી તનતોડ મહેનત કરી હતી. આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શકલ ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા સંસ્થાના આચાર્ય ડો. જયેશભાઈ દેશકરે અભિનંદન પાઠવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.