Abtak Media Google News

કપાસની ગાડીના હિસાબ માટે રાખેલી રોકડ ખાનામાંથી કાઢી ફેકટરીનું બાઇક લઇને રફુચકકર

વાંકાનેર શહેર નજીક જડેશ્ર્વર રોડ પર આવેલ ખોડીયાર જીનીંગ એન્ડ પ્રેસીંગ નામની ફેકટરીમાથી માલીકની કારનો ડ્રાઇવર ફેકટરીની ઓફીસના ટેબલના ખાનામાં રાખેલ રૂ. 14 લાખ ની રોકડ ભરેલ થેલો લઇને ફરાર થઇ જતા બાબતે ફેકટરી માલીક દ્વારા પોલીસ ફરીયાદ નોંઘવવામાં આવી છે જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક જડેશ્ર્વર રોડ પર જસદણ સિરામીકની બાજુમાં આવેલ ખોડીયાર જીનીંગ એન્ડ પ્રેસીંગ નામની ફેકટરીના માલીક નીલેશભાઇ જયચંદ્રભાઇ મેઘાણી (ઉ.વ.62) તે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તેઓ ગત તા. 31 ના રોજ તેમની ફેકટરી ખાતે તેમના કાર ડ્રાઇવર સત્યજીત દાનાભાઇ કરપડા (રહે. હાલ કણકોટ પાટીયા પાસે રૂડા-3, રાજકોટ મુળ રહે. જુનાગઢ) સાથે આવેલ હોય અને ફેકટરીમાં કપાસની ગાડી આવવાની હોય જેના હિસાબ માટે બેંકમાંથી રૂ 14 લાખ ઉપાડી ફેકટરીની ઓફીસમાં ટેબલના ખાનામાં રાખી તેઓ બપોરે જમવા માટે બહાર ગયેલ.

જે સમય દરમ્યાન તેમનો ડ્રાઇવર સત્યજીત ઓફીસમાં જઇ અને ખાનામાંથી રૂ. 14 લાખ રોકડ ભરેલો થેલો અને ફેકટરીમાં રાખેલ તેમના એકસેસ બાઇક નંબર જીજે 03 એફ.જી. 7031 લઇને ફરાર થઇ ગયેલ જેથી બનાવની જાણ થતાં બાબતે ફેકટરી માલીકે આરોપી ડ્રાઇવર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.