વાંકાનેરની 1100થી વધુ અંધ-અપંગ ગૌમાતા માટે દાન આપવા અપીલ

મકરસંક્રાંતિના મહાપૂણ્ય પ્રદાન કરતા પાવન પર્વે

 

અબતક,

નિલેશ ચંદારાણા,વાંકાનેર

સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૂપ અને અનુકરણ કરી શકાય એવી અંધ અપંગ , અસકત ગૌમાતાની સેવાની જયોત પ્રસરાવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ અપંગ ગો આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે. આ સંસ્થામાં અંધ – અપંગ ગૌ માતા અને તેનો પરિવાર મળી કુલ- 1100 થી વધુ ગૌ માતાનું નિજ નિવાસ સ્થાન સમ આશ્રય સ્થાન બની ગયું છે.

આ ગૌ શાળામાં ગાયમાતાને લીલા સુકા ઘાસ ઉપરાંત ગોળ – ખોળ વિગેરે અપાય છે . અને સાથે સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમીત સારવાર પણ આપવામાં આવે છે . ગાય માતા માટે આવેલું દાન ખરા સમયે ગાય માતા માટે વાપરવું જ જોઈએ એવા સુંદર વિચારધારા ધરાવતા પ્રમુખ અને ટ્રસ્ટીઓએ વાંકાનેરનાં અંધ  અપંગ ગૌઆશ્રમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌ માતા માટે આઠ એકર જગ્યામાં પંદર સૌ થી વધુ ગૌ માતાનો સારી રીતે નિભાવે થઈ શકે તે માટે 17 મોટા પાકા શેડ , વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ સહીતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે . આ ઉપરાંત અંધ અપંગ

ગૌમાતા માટે રૂપિયા 7 કરોડ ના ખર્ચે અધ્યતન ગૌ નિવાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

વાંકાનેર અંધ અપંગ ગૌશાળાની ગૌમાતાના નિભાવ માટે દરરોજ પ0 હજારથી વધારે રોજીદો ખર્ચ હોય આ માટે દાતાઓના સહયોગ અતિ જરૂરી હોય ગૌમાતાના નિજ નિવાસ સ્થાન માટે દાનની સરવાણી વહાવવા ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરાઈ છે .. અંધ અપંગ ગૌશાળા દ્વારા દુષ્કાળ, ભૂકંપ જેવા આપતી સમયે અન્ય ગૌ સેવા કરતી સંસ્થાઓને પણ લીલા  સૂકા ઘાસ મોકલી પ્રેરણા રૂપી કાર્ય કરે છે. આવી આ સંસ્થા વતમાર્ન સમયમાં કોરોના મહામારીના પગલે આવેલા લોેકડાઉનના કારણે આ સંસ્થાને દર વર્ષે દાતાઓ   ધ્વારા આવતા દાનમાં 25 થી 30 ટકાનો ઘટાડો થતા ગૌ  નિભાવ ખર્ચની ચિંતાટસ્ટીઓ ગૌ સેવકોમાં પ્રસરી રહી છે. દાતાઓએ આ ગૌશાળાને અર્પણક રાતુ દાનની ઘટ પૂરવા ટ્રસ્ટીઓએ અપીલ કરી છે.

અંધ-અપંગ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા  આઠ એકરમાં 1500થી વધુ ગૌમાતાના નિભાવ માટે 17 મોટા સેડ સહિતની સુંદર વ્યવસ્થા રાજકોટ, મોરબી, જામનગર,સુરેન્દ્રનગર, વાંકાનેર, જામખંભાળીયામાં દાન  સ્વીકારવાની વ્યવસ્થા

અંધ અપંગ ગૈાશાળા દ્વારા દુષ્કાળ , ભૂકંપ તેમજ લોકડાઉન જેવા આપતી સમયે અન્ય ગૌ સેવા કરતી સંસ્થાઓને પણ લીલા  સૂકા ધાસ મોકલી પ્રેરણા રૂપી કાર્ય કરે છે . તા . 14 મી જાન્યઆરી મકર સંક્રાતિના પાવન દિને રૂદ્રોની માતા , વસુઓની પુત્રી , ભારતીય સંસ્કૃતિના ચાર આધારસ્થંભ ગાય , ગંગા . ગાયત્રી અને ગીતા માટેની એક એવી ગૌમાતા માટે દાન આપવાનો અનેરો દિવસ ગણવામાં આવે છે . મકર સંક્રાતિના દિવસે આપવામાં આવેલ દાન અનંત ફળ આપનારૂ બની રહે છે . સૈારાષ્ટ્રના ગૌ પ્રેમી , ગૌ ભકતો , જીવદયા પ્રેમીઓ તથા જેમના મનમાં અબોલ જીવ પ્રત્યે માનવતા મહેકે છે એવા સર્વે શુભચિંતકો પાસે વાંકાનેર અંધ અપંગ ગો આશ્રમના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ , રાજકોટ ગૌસેવા સમિતિ , મોરબી તથા જામનગર ગૌ સેવા સમિતિએ દાન માટેની અપીલ કરી છે.

વાંકાનેરની અંધ અંપગ ગોશાળાના ટ્રસ્ટીઓએ સમગ્ર સારાષ્ટ્ર- ગુજરાતને ગૈાસેવાની પ્રેરણા આપતુ જે કાર્ય શરૂ કર્યું છે , અંધ અપંગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાને મદદરૂપ થવા , ગૌમાતાના નિભાવ માટે મક્રર સંક્રાતિના પાવન દિને મંડપો (છાવણી) નાખવાની પ્રેરણા અને જે સહયોગની જરૂરતમાં સાથ સહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે . દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ અપંગ ગૈાશાળા માટે રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, વાંકાનેરના વિવિધ સ્થળોએ દાન સ્વીકારવામા આવશે.

તેમજ અંધ અપંગ ગૌશાળા વાંકાનેર દ્વારા   ગૌમાતાના ગૌમુત્ર અને ગૌ ગોબરમાંથી પંચગવ્ય ઘરવપરાશ અને શરીર માટે ઉપયોગી ગૌશાળાનું વલોણાથી બનાવેલુ શુધ્ધ ઘી તેમજ સેમ્પુ, હેરઓઈલ ફીનાઈલ તેમજ  ધ્રુપબતી સહિતની વસ્તુઓ બનાવવાનો  ગૌશાળાએ શરૂ કર્યું છે. અને વાંકાનેર ગૌશાળાની જીનપરા ઓફીસેથી  વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેના સર્વે ગૌભકતોએ લાભ લેવા ગૌશાળાના ટ્રસ્ટીઓએ અપીલ કરી છે.