Abtak Media Google News

ફેસબુક યુઝરની ખરાઈ કરવાની નીતિ અમલમાં મુકશે: રાજકીય પક્ષો તરફી મળતી પેઈડ જાહેરાત ઉપર પણ પારદર્શકતા લાવવાનો પ્રયાસ થશે

ફેસબુકના ડેટા લીક થયા હોવાના ગોટાળા બાદ હવે ડેટા મુદ્દે ફેસબુકના સપક માર્ક ઝુકરબર્ગ સંવેદનશીલ થઈ ચૂકયા છે. આગામી સમયમાં ફેસબુક સો જોડાયેલું રહેવું હોય તો ઓળખાળ વેરીફાય કરવી જરૂરી બની જશે. આ ઉપરાંત રાજકીય પક્ષોને એડવર્ટાઈઝમેન્ટ માટે હવે યોગ્ય પુરાવાની જરૂર રહેશે.

Advertisement

વર્ષ ૨૦૧૬માં અમેરિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની માનસિકતાને અસર કરવામાં ફેસબુકના ડેટાએ ભાગ ભજવ્યો હોવાનો આક્ષેપ ઈ રહ્યો છે. પાંચ કરોડી વધુ લોકોના ડેટાનો ચૂંટણી જીતવા ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે. હવેથી જે રાજકીય પક્ષની જાહેરાત ફેસબુક ઉપર આવશે તેની પાસેી લીધેલા નાણાની યોગ્ય વિગતો એકઠી કરવામાં આવશે.

આ મુદ્દે ફેસબુકના સપક માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે, અમે ટૂંક સમયમાં હજારો લોકોની ભરતી કરીશું. નવેમ્બરમાં ઈલેકશન જેવી ભુલ ફરીથી ન થાય તેનું ધ્યાન રાખશું. ઘણા સ્ળે ફેક એકાઉન્ટના માધ્યમી રશીયનો દ્વારા ચૂંટણીમાં ગેરઉપયોગ યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. ફેસબુકમાં પારદર્શકતા અને જવાબદારી વધારવાના પગલા લેવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.

પ્રાઈવેટ ડેટા પ્રોટેકશન મામલે ફેસબુક લોકોનો વિશ્ર્વાસ જાળવી રાખવામાં ઉણું ઉતર્યું છે. કેમ્બ્રિજ એનાલીટીકા દ્વારા યેલા કૌભાંડ બાદ હવે લોકોનો ફેસબુક ઉપરનો વિશ્ર્વાસ ડગતો જાય છે. આંકડાનુસાર ૨૭ લાખ યુરોપીયનના ડેટાને પણ તફડાવવામાં આવ્યા છે. યુરોપીયન યુનિયન દ્વારા આ મુદ્દે ફેસબુકને નોટિસ ફટકારવામાં આવી છે. ફેસબુકે પણ ૨૭ લાખ લોકોના ડેટા કેમ્બ્રિજ એનાલીટીકા સાથે શેયર યા હોવાની વાતની પણ કબુલાત આપી છે. ત્યારે આગામી સમયમાં ફરીી આવી ઘટના ન બને તે માટે સતર્કતાના ભાગરૂપે ફેસબુકમાં એકાઉન્ટ ધરાવનારની ખરાઈ કરવાનો રસ્તો અપનાવવામાં આવશે તેવી શકયતા છે.

ફેસબુકમાં ફેક એકાઉન્ટના માધ્યમી ચૂંટણીઓમાં અસર થઈ છે. હવેથી ફેક એકાઉન્ટને રદ્દ કરવા માટે ઓેન્ટીકેશનની નીતિ અપનાવામાં આવે તેવી શકયતા છે. કેમ્બ્રિજ એનાલીટીકા જેવું કૌભાંડ ફરીથી ન થાય તે માટે થર્ડ પાર્ટી એપ્લીકેશન ઉપર પણ નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. જેના પરિણામે હવે કોઈપણ એપ્લીકેશનના ઉપયોગ દરમિયાન ફેસબુક યુઝર્સનો ડેટા થર્ડ પાટી લઈ શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.