Abtak Media Google News

શું તમને ક્યારેય કહ્યું છે કે તમારા મોંમાંથી દુર્ગધ આવે છે ? આ ખૂબ જ શર્મજનક પણ સત્ય છે જો તમે પણ આ પરેશાનીથી પિડાય રહ્યા છો તો તમે સૌથી પહેલા પાણીના કોગળા કરવા અથવા બ્રશ કરવા માટેનો વિચાર કરશો, પરંતુ માત્ર આટલુ જ નહીં તમારે હાઇજીનનું પણ ધ્યાન રાખવું જોઇએ. આજે અમે એવા ઘરગથ્થુ ઉપચારો લાવ્યા છીએ જેનાથી તમે મોંની દુર્ગધથી છૂટકારો મેળવી શકો છો.

Advertisement

-મોઢાનું દુર્ગધનું મુખ્ય કારણ તમારી ઓરલ હેલ્થ, અને ખાન-પાન ખોરાકની આદતો છે જે તમને માત્ર મોંમાં દુર્ગધ જ નહીં પરંતુ બીજી અન્ય બિમારીઓ પણ અપાવશે.

-યોગ્ય ખોરાકનું સેવન ન કરવાથી અને દિવસમાં બે વખત બ્રશ ન કરવાથી ઓરલ હેલ્થને અસર થઇ શકે છે. આ   માત્ર  બ્રશ ન કરવાથી અથવા સરખી સફાઇ ન થવાથી બને છે. જ્યારે તમે કાંદા, લસણ, આદુ જેવા ખોરાક લેતા   હોય ત્યારે બ્રશ કરીને સુવાનો આગ્રહ રાખવો. તમે આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચારોથી મોઢાની વાસથી રાહત મેળવી   શકો છો.

– ઘરમાં પડેલી વળીયારી મોઢા માટે યોગ્ય ઉપાય છે. વળીયારીને ચાવવાથી તરત જ શ્ર્વાસમાં મિઠાસ આવે છે.

– મિન્ટ જેવા લીલાં પાંદ ચાવીને તમે તત્કાળ ફ્રેશનેશ ફીલ કરી શકશો.

– તમે લવિંગને મોંમાં રાખી ચગળવાથી પણ ફાયદો અનુભવશો.

– દિવસમાં બે વખત બ્રશ અને કોગળા કરવાની કાયમી આદત કેળવો.

– પાણી પીતા રહો, પાણી પીવાથી અનેક રોગોમાં રાહત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.