Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા પેવર કામગીરી શરૂ કરવામાં આવેલ છે તે અંતર્ગત વોર્ડ નં.૦૧માં આવેલ ઇન્દ્રપ્રસ્થનગર સોસાયટીની rશેરીઓમાં રૂ.૧૮ લાખના ખર્ચે પેવરકામ કરવાના કામનું ખાતમુહુર્ત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ડ્રેનેજ કમિટી ચેરમેન દેવરાજભાઇ મકવાણાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે સેનિટેશન કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, ભાજપ વોર્ડ પ્રમુખ  રસિકભાઈ બદ્રકિયા, વોર્ડ મહામંત્રી કાનાભાઈ સતવારા, જયદીપસિંહ જાડેજા, જીવરાજસિંહ ચુડાસમા, વિપુલભાઈ શુકલા, લલીતભાઈ વાડોલીયા, હસુભાઈ ચુડાસમા, પ્રવીણભાઈ જેઠવા, હિતેશભાઈ મારૂ, નાગજીભાઈ વરૂ, જોષી બાપા, ભટ્ટભાઈ વિગેરે તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.