હાર્ટ એટેક… હાર્ટ ફેલ્યોર અને કાર્ડિયાક એરેસ્ટ વચ્ચે તફાવત શું ?

હૃદયરોગ માટે ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેસર, મેદસ્વીતા , વારસાગત સહિત અનેક પરિબળો જવાબદાર

પુખ્તવયના અને વૃદ્ધ લોકો જો  આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે તો હૃદયરોગને અટકાવી શકાય

હૃદય શરીરનું સૌથી મજબૂત અંગ છે પરંતુ તેના ખોટકાવાનું જોખમ પણ એટલું જ વધારે છે. આથી જ દર વર્ષે લાખો લોકો હૃદયરોગને કારણે જીવ ગુમાવે છે. ખાસ કરીને ધમનીને લગતા રોગો થવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. પશ્ચિમના દેશો કરતા ભારતીયોને હૃદયરોગનું જોખમ લગભગ 10 વર્ષ વહેલું આવી જાય છે. આથી હૃદયરોગથી ભારતીયોએ ખાસ ચેતીને ચાલવું જોઈએ. હૃદયરોગ બે પ્રકારના હોય છે- ટાળી ન શકાય તેવા અને ટાળી શકાય તેવા. ટાળી ન શકાય તેવા હૃદય રોગ જો ફેમિલી હિસ્ટ્રી હોય તો થઈ શકે છે.

વળી, ડાયાબિટિસ હોય તો પણ આ પ્રકારના હૃદયરોગનું જોખમ વધી જાય છે. ટાળી શકાય તેવા હૃદય રોગ ઘૂમ્રપાન, સ્ટ્રેસ, અયોગ્ય આહાર-વિહાર અને બેઠાડુ જીવનને કારણે થાય છે. ડોક્ટરો જંક અને પ્રોસેસ કરેલી ખાદ્ય ચીજ-વસ્તુઓનું સેવન કરવા માટે તેને  એવોઈડ કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત નિયમિત ચાલવા જવું, વાંચન જેવી કોઈ હોબી વિકસાવવાની સલાહ પણ ડોક્ટરો આપે છે જેથી તમારું હાર્ટ મજબૂત રહીને વર્ષો સુધી ધબક્યા કરે.

શરીરમાંથી એસ્ટ્રોજન ઓછું થઈ જાય છે ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હૃદયરોગના કેટલાંક ચિહ્નો પણ છે જેને અવગણવાની ભૂલ વ્યક્તિએ ક્યારેય ન કરવી જોઈએ. જો વ્યક્તિને ગળા અને પેટની વચ્ચેના ભાગમાં અને ખભામાં અસુખ-અસુખ લાગ્યા કરતું હોય તો ડોક્ટરને બતાવવું જોઈએ. મોટાભાગના યુવાનો છાતીના ભાગમાં થતી આ ડિસકમ્ફર્ટને પેટની તકલીફ માનીને ટાળી દે છે. હાલ યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેમાં અનિયમિત હૃદયના ધબકારાની લય ઘણીવાર યુવાનોમાં હૃદયરોગના હુમલાનું કારણ બની જાય છે. ડો. સમીર દાની, શહેરના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટે, જણાવ્યું હતું કે જો હાર્ટ એટેક નહીં, તો એરિથમિયા અથવા અનિયમિત હૃદયના ધબકારા અચાનક મૃત્યુનું કારણ બની શકે છે.

હાર્ટ એટેક શુ છે ?

હાર્ટ એટેક દરમિયાન હૃદયના કેટલાક ભાગોમાં લોહીનો પ્રવાહ જામી જાય છે જેના કારણે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકના લક્ષણો તાત્કાલિક અને તીવ્ર હોઈ શકે છે. જો કે, મોટે ભાગે, લક્ષણો ધીમે ધીમે શરૂ થાય છે અને હૃદયરોગનો હુમલો આવે તે પહેલા કલાકો, દિવસો અથવા અઠવાડિયા સુધી રહે છે. અચાનક કાર્ડિયાક અરેસ્ટથી વિપરીત, હાર્ટ એટેક વખતે હૃદય સામાન્ય રીતે ધબકારા બંધ કરતું નથી.

કાર્ડિયાક એરેસ્ટ શુ છે ?

અચાનક કાર્ડિયાક અરેસ્ટ અચાનક અને વારંવાર ચેતવણી વિના થાય છે. તે હૃદયમાં વિદ્યુત ખામીથી શરૂ થાય છે જે અનિયમિત ધબકારા (એરિથમિયા) નું કારણ બને છે. તેની પમ્પિંગ ક્રિયા નબળી હોવાથી, હૃદય મગજ, ફેફસાં અને અન્ય અવયવોમાં લોહી પંપ કરી શકતું નથી. સેકંડ પછી, વ્યક્તિ ચેતના ગુમાવે છે અને તેની પાસે પલ્સ નથી. જો પીડિતને સારવાર ન મળે, તો મિનિટોમાં મૃત્યુ થાય છે.હૃદયરોગના હુમલા પછી અથવા સ્વસ્થતા દરમિયાન અચાનક કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. હાર્ટ એટેકથી અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાનું જોખમ વધી જાય છે. મોટાભાગના હાર્ટ એટેકથી અચાનક કાર્ડિયાક અરેસ્ટ થતો નથી. પરંતુ જ્યારે અચાનક કાર્ડિયાક અરેસ્ટ થાય છે, ત્યારે હાર્ટ એટેક એ એક સામાન્ય કારણ છે.

હાર્ટ ફેલીયોર શુ છે ?

હૃદય એક સ્નાયુબદ્ધ પંપ છે અને તેનું કાર્ય મગજ, કિડની વગેરે જેવા મહત્વપૂર્ણ અંગો સહિત શરીરના તમામ ભાગોમાં રક્ત પહોંચાડવાનું અને પરત લાવવાનું છે. જ્યારે હૃદય આ મહત્વપૂર્ણ અવયવોને પૂરતો બ્લડ સપ્લાય પહોંચાડવામાં નિષ્ફળ જાય છે ત્યારે હાર્ટ ફેલીયોર થયું છે તેમ કહેવામાં આવે છે. હાર્ટ ફેલ્યોરના નિદાન અને સારવાર માટે ડોક્ટર સામાન્ય રીતે ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રામ અને બ્લડ ટેસ્ટ કરાવે છે. ઇકોકાર્ડિયોગ્રામ હૃદયનું અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટિંગ છે જે ડૉક્ટરને હૃદયની કામ કરવાની ક્ષમતાનો ખ્યાલ આપે છે

હૃદય અંગેની જાગૃતિનો અભાવ હાર્ટએટેકનું મુખ્ય કારણ : ડો. નિખિલા પાચાણી

એચસીજી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર નીખીલા પાચાણીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોની ઘેલછા અને હૃદય અંગેની જાગૃતિનો અભાવ હાર્ટ એટેકનું મુખ્ય કારણ તરીકે સામે આવી રહ્યું છે કારણ કે લોકો માનવ શરીરના મહત્વપૂર્ણ અંગ હૃદયને ઓળખી શકતા નથી અને સતત પોતાની જીવન શૈલીમાં બદલાવ કરવાના કારણે આ જોખમ વધી ગયું છે. તેઓએ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ નિયમિત બોડી ચેકઅપ કરાવતા રહે અને શરીરને શારીરિક શ્રમ આપતા રહે તો હૃદય હુમલાનું પ્રમાણ ઘટી શકે છે. રૂમમાં તેઓ ઉમેર્યું હતું કે કોરોના બાદ પણ હૃદય રોગના હુમલા નું પ્રમાણ વધતું જોવા મળ્યું છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે લોહીનું જામી જવું ત્યારે જો કોઈ વ્યક્તિ યોગ્ય રીતે વ્યાયામ અને કસરત કરે તો આ વિકટ પરિસ્થિતિમાંથી તેઓ બચી શકે છે.

સંતુલિત આહાર અને તણાવ મુક્ત જીવન હૃદયરોગના હુમલાથી લોકોને બચાવે છે : ડો. દિનેશ રાજ

પ્લેક્સસ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર દિનેશ રાજે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, લોકો વધુને વધુ તણાવ ભર્યું જીવન જીવી રહ્યા છે. જેના કારણે તેમનો જે આહાર હોવો જોઈએ તે પૂરતો હોતો નથી અને સમય બદલ થવાના બદલે કોઈપણ કારણોસર બહારના જંક ફૂડ ખાવાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતું નથી અને શરીરમાં મેદસ્વિતાનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે અને અંતે જે તે વ્યક્તિએ હૃદય રોગના હુમલાનો શિકાર થવું પડે છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિમાંથી જો કોઈ વ્યક્તિએ બહાર આવું હોય તો તેઓએ હર હંમેશ સંતુલિત આહાર ની સાથો સાથ તળાવ મુક્ત જીવન અને પૂરતી ઊંઘ લેવી ખૂબ આવશ્યક છે જો આ કાર્યકર્તા લોકો થઈ જાય તો હૃદય રોગના હુમલા નું પ્રમાણ અનેક અંશે ઘટી શકે છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે લોકો શારીરિક વ્યાયામ કરતા થયા છે પરંતુ કઈ માત્રામાં અને કેટલો સમય કરવો એ પણ એટલું જ જરૂરી છે કોઈપણ વસ્તુનો અતિરેક હૃદય રોગના હુમલાને નોતરે છે.

દર 6 મહિને ખાદ્યતેલના ઉપયોગમાં બદલાવ લાવો જરૂરી : ડો. મિહિર તન્ના

ઓલમ્પસ હોસ્પિટલના ડોક્ટર મિહિર તન્નાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું તે હાલ જે રીતે હૃદય રોગના હુમલાના કેસો યુવાનોમાં આવી રહ્યા છે તેની પાછળ અનેકવિધ કારણો છે જેમાં સર્વપ્રથમ તો એ કે યુવાનોમાં જે જીવન શૈલી ને લઇ બદલાવ આવ્યો છે અને રીતે તેમનામાં કુટેવો સામે આવી રહી છે તેના કારણે તેઓએ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે જે કોઈ વ્યક્તિ આરોગ્ય લક્ષી ખોરાક લેવાનું ચાલુ કરે તો તેઓને ઘણા ખરા છે આ રોગથી બચી શકે છે એટલું જ નહીં તેઓએ સવિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ દર છ મહિને તેમના ખાદ્યતેલને બદલાવવું જોઈએ અને પ્રતિમાસ 1 લીટરથી ઓછો એક વ્યક્તિએ તેલનો ઉપયોગ કરવો જોઈએ.

નિયમિત 30 થી 40 મિનિટ નો વ્યાયામ અને કોઈપણ એક્સરસાઇઝ કરવાથી લોહીનું એ ભ્રમણ ખૂબ સરળતાથી થતું હોવાના કારણે હૃદય ઉપર કોઈપણ પ્રકારનો લોડ આવતો નથી અને લોકો હૃદય રોગથી બચી શકે છે. તેઓએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આજના યુવાધન નેટપ્લેક્સ અને યુટ્યુબના રવાડે જે રીતે ચડ્યું છે તેના કારણે તેઓને પૂરતો આરામ મળી શકતો નથી ત્યારે રાત્રિના સમયે આ દુષણોથી યુવાનોએ દૂર રહેવું જોઈએ.

યોગ્ય શારીરિક શ્રમની સાથે જીવનશૈલીમાં બદલાવ લાવો જરૂરી : ડો. પ્રતિમા પરમાર

ઓલમ્પસ હોસ્પિટલના કાર્ડિયો ફિઝિઓથેરાપીસ્ટ ડોક્ટર પ્રતિમા પરમારે જણાવ્યું હતું કે, યુવાન વ્યક્તિએ શારીરિક શ્રમની સાથોસાથ જીવન શૈલીમાં બદલાવ લાવવો જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે જે કોઈ બીપી અથવા તો ડાયાબિટીસ ના દર્દી હોય તેઓએ તેમના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ અથવા તો કાર્ડીઓ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી કયા પ્રકારની શારીરિક એક્સરસાઇઝ કરવી જોઈએ તે અંગેનું માર્ગદર્શન જો લેવામાં આવે તો તેઓને ઘણો ફાયદો મળતો હોય છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હાલના સમયમાં હૃદય રોગના હુમલા નું પ્રમાણ 25 વર્ષથી લઈ 40 વર્ષના લોકોમાં વધી રહ્યું છે જે વિશ્વના અન્ય દેશો કરતા 10 વર્ષ વહેલું છે.

હાલ લોકો કોઈ પણ શારીરિક રમત રમ્યા બાદ ત્વરિત તળેલું ખાવાનું પસંદ કરે છે જે શરીરને સહેજ પણ અનુકૂળ આવતું નથી અને લોકો હૃદય રોગના હુમલાનો શિકાર બનતા હોય છે. તેઓએ ઉમેર્યું હતું કે દરેક વસ્તુ ખાવી જરૂરી છે પરંતુ જો તેને યોગ્ય માત્રામાં જ તેનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે અત્યંત ઉપયોગી નીવડે છે અન્યથા તે જ વસ્તુ શરીર માટે જોખમ ઊભું કરે છે. અંતમાં તેઓએ જણાવ્યું કે, જો યોગ્ય રીતે લોકો પોતાના હ્રદયની સાર સંભાળ રાખે અને યોગ્ય અને સંતુલિત આહાર નું સેવન કરે તો તેઓ હૃદય રોગના હુમલાથી બચી શકે છે અને તેમનું હૃદય પણ મજબૂત બને છે.