ગીર ગઢડાના ધોકડવા ગામે પ્રજાના પૈસાનું પાણી

રાવલ નદી ઉપર ચેકડેમ  તોડી કોઝવે બનાવાયો

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે આવેલ રાવલ નદીમાં એક કોઝવે નુ કામ સાલુ હોય તેમા આજે ખનીજ બાબત થી ગામ લોકો તેમજ ગામ ના સરપંચ તેમજ ખનીજ ખાતાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થતાં અબતક ના પત્રકાર મનુભાઈ કવાડ ધટના સ્થળે પહોતા ત્યા ખનીજ  જેવી ધટના બની હોય તેમા એક એવી ધટના સામે આવી છે તે સરકાર ને પણ હસમચાવે તેવી છે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદિ આવેલ છે ત્યાં ચેકડેમ હોય ત્યાં ચેકડેમ તોડી કોઝવે બનાવવામાં આવી રહ્યો હોય તે કોઝવે એક પણ પ્રકારે ઉપયોગી ના હોય નાતો ધોકડવા ગામ ને બીજા ગામ ને જોડતો રોડ આવેલ  હોય નાતો કોઈ ગાડા કેડો આવેલ  હોય તો આ કોઝવે બનાવવા બાબત નુ કારણ છુ.

ક્યાંકને ક્યાંક તો આ કોઝવે મા રાજકીય લાભ થતો હોય અથવાતો કોઈ અધીકારીઓને આ કોઝવે થી ફાયદો થતો હોય તેવા ગામ લોકો માથી સુર ઉઠવા પામ્યો છે છુ આ કોઝવે મંજૂર કરવામાં આવ્યો ત્યારે કોઈ અધિકારી કે કર્મચારી એ થળ તપાસ કરી છે કે પછી એમજ મંજુર કરવામાં આવેલ છે તે એક નજરે તપાસ નો વિષય છે તેવી લોક માંગ ઉઠવા પામી છે