Abtak Media Google News

પાણીનું લેવલ ઘટી જશે તો પણ સમસ્યા નહીં સર્જાય

સુરેન્દ્રનગર શહેરનાં ધોળીધજા ડેમમાંથી લોકો સુધી નિયમિત પાણી મળતું રહે અને ત્રણ લાખની શહેરી જનતામાં પાણી માટે દેકારો ન સર્જાય તે માટે સુરેન્દ્રનગર શહેરનાં ધોળીધજા ડેમમાં ૧૫ જેટલા પંપો તરતા મુકવામાં આવ્યા છે. જેના કારણે સુરેન્દ્રનગર વઢવાણના ત્રણ લાખ શહેરીજનોને સમયસર પાણી મળતું રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરમાં ધોળીધજા ડેમ ૧૯૫૯માં બંધાવવામાં આવ્યો. આ ડેમ સૌરાષ્ટ્ર માટે સંકટ ડેમ બન્યો ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની શહેરી ત્રણ લાખની જનતા સાથો સાથ સૌરાષ્ટ્ર-કચ્છ અને સાથોસાથ ૩૦૦ ગામડાઓને પણ પીવા માટેનું પાણી પુરુ પાડતો આ ધોળીધજા ડેમ આવેલો છે. ધોળીધજા ડેમમાં અવાર-નવાર પાણીની વધ-ઘટ સર્જાતી રહે છે.

ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઝાલાવાડવાસીઓને નિયમિત પાણી પહોંચાડવા માટે મોટી સમસ્યા ઉદભવતી હતી ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે હાલમાં સુરેન્દ્રનગર શહેરનાં ધોળીધજા ડેમમાં ૧૫ જેટલા તરતા પંપો પાણીમાં ઉતારવામાં આવ્યા છે. ડેમમાં ૧૫ જેટલા તરતા પંપો પાણીમાં ઉતારવામાં આવ્યા છે. જેના કારણે પાણીનું લેવલ આગળ-પાછળ કે પછી ઉંચુ કે નીચું ન થાય અને લોકોને સમયસર પાણી પણ મળી રહે તે માટે નવતર વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્રની મુખ્ય નહેર સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે ત્યારે લખતર-વિરમગામ વચ્ચે કંડુ પમ્પીંગ સ્ટેશનથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ૧૯૫૯માં બંધાયેલ ધોળીધજા ડેમને નર્મદા યોજનાના પાણી માટે રીઝર્વ તરીકે વિકસાવાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, વઢવાણ, હળવદ, લખતર, ધ્રાંગધ્રા, લીમડા તાલુકા સહિત કુલ ૩૫૨ ગામોને નર્મદા યોજનાનાં પાણી માટેનો લાભ હાલમાં પણ મળી રહ્યો છે .

ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની હાલની વસ્તી ત્રણ લાખની જનતા સહિતની સાથો સાથ સૌરાષ્ટ્ર-કચ્છને અને તેનાં ૩૦૦ જેટલા ગામડાઓને પણ ધોળીધજા ડેમની સાથોસાથ પીવાનું પાણી પુરું પાડતા આવી રહ્યું છે ત્યારે આ ધોળીધજા ડેમમાં હાલની પાણીની સપાટી જોતા પાણીની વધ-ઘટ જોવા જાણવા મળે છે ત્યારે પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઝાલાવાડવાસીઓને નિયમિત પાણી મળતું રહે તેવા આયોજન સાથે ૧૫ જેટલા તરતા પાણીના પંપો ધોળીધજા ડેમમાં ઉતારવામાં આવ્યા છે જેના કારણે પીવાના પાણીનું લેવલ આગળ-પાછળ કે ઉચું કે નીચું થાય તો લોકોને તો સમયસર પાણી પહોંચે તેવી નવતર વ્યવસ્થા હાલમાં કરવામાં આવેલ છે.

આ તરતા પંપો જયારે ધોળીધજા ડેમમાં ગોઠવાયા છે અને જેનું આયોજન પાણીનાં લેવલ માટેની સપાટી વધે કે જો ઘટે તો પણ આ પંપો તરતા હોય ત્યાં સુધી પુરુ પાણી પણ ઉપાડી શકાય છે. એટલા માટે આ યોજના સારી ગણાય અને જો આ યોજના સકસેસ થાય તો અન્ય જિલ્લામાં પણ આ યોજના થકી જયાં-જયાં ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે ત્યાં ત્યાં આ યોજના ઉપયોગમાં લઈ અને પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય છે.

જે પણ ન ખોરવાય ત્યારે આ પ્લાન સૌથી પહેલા સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે. જયારે આ તરતા પંપો ચારેયકાંઠા ઉપર પણ ગોઠવણ થઈ શકે છે. જેના કારણે દુર-દુર પડેલુ પાણી આ તરતા પંપો દ્વારા નજીક સુધી લાવી શકાય છે. જેના કારણે પાણી વ્યવસ્થા પણ સરળ બને છે અને લોકોને નિયમિત પાણી આપવામાં કે પહોંચાડવામાં પણ સરળતા  રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.