Abtak Media Google News

ખાતર બનાવવાનું મશીન કટાય ગયું: પાણી લાઈટની સુવિધાનો અભાવ

વાંકાનેરના ધમલપર રોડ પર સેન્દ્રીય ખાતર વર્મી કમ્પોઝ આવેલું છે જ્યાં સ્વચ્છતા અભિયાન સંસ્થા દ્વારા ડેવલપ કરવા માટે ભંડોળ આપેલ હોય તે ભંડોળનો ઉપયોગ કરવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અંતરે નોંધનીય છે કે એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ની વાતો થાય છે  તો બીજી તરફ વિકાસ ના વાવાઝોડા આપણા નેતાઓ ફૂંકી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા ની હદમાં આશરે ૧૦૦ જેટલા ગામડાઓ આવેલા છે જેથી ખેડૂતોને ખાતર ની જરૂર હોય છે તે ખાતર માટે જે કચરા પાલિકા દ્વારા રાખવામાં આવે છે તે જગ્યા એટલે ધમલપર રોડ ઉપર આવેલ સેન્દ્રીય ખાતર વર્મિકમ્પોઝ જે જગ્યા નું જતન કરવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તેમ ત્યાંના છાપરા ભાંગી તૂટી ગયા છે અને ત્યાં સ્વચ્છતા અભિયાન નો મોટો અભાવ રહ્યો હોય તેમ પાણી લાઇટિંગ તેમજ ફરતે ફેન્સીંગ સેક્સ પિક્ચર સહિત ખાતર બનાવવા માટેનું મશીન પણ કાટ ખાઈ રહ્યું છે ત્યારે આ અંગે લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાન સંસ્થા દ્વારા ડેવલોપ કરવા માટે સંપૂર્ણ તૈયારી છે છતાં નગરપાલિકાને કે પછી વિકાસની વાતો કરનારા આપણા રાજકારણીઓને રસ ના હોય તેના કારણે જગ્યા પર ઊભા કરેલા છાપરા અને મશીનરી છાપરા વિગેરે કાટ ખાઇ ગઈ છે અને તે વિસ્તારની હાલત વિકાસના બદલે વિનાસ જેવી કઈ હાલત જોવા મળી રહી જ્યારથી સેન્દ્રીય ખાતર ની સ્થાપના કરવામાં આવી તેને આશરે ૧૦ થી ૧૫ વર્ષ જેટલો સમય થઈ ગયો છે.

Img 20190301 Wa0018

જેસ્ટ તે સમયે ગાંધીનગર જુડીશીયલ હસ્તે શરૂ કરવામાં આવેલ ત્યારે સરસ મજાનું ડેવલોપીંગ થતું હતું સમયસર કારીગરો કામ કરી અને મજૂરો હસ્તે પણ કામ લેવાતું હતું અને વિકાસ થતો હતો અને વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ખાતર પૂરું પાડવામાં આવતું હતું જેથી વાંકાનેર પંથકમાં સેન્દ્રીય ખાતર પ્રોડક્ટ કરતી વર્મી કમ્પોસ્ટ નું સારું એવું ડેવલોપિંગ થતું હતું જેમાં અળસિયાનું શું ખાતર બનાવી ખેડૂતોને કાયમી માટે વેચાણ શરૂ થતું હતું પરંતુ હાલ  સ્વચ્છતા અને નગરપાલિકા હસ્તે કામ લેવામાં આવ્યું ત્યારથી ઠાગાઠૈયા થતું હોવાનું લોકો કરી રહ્યા છે હાલ વાંકાનેર પંથકમાં એકમાત્ર સેન્દ્રીય ખાતર ની બ્રાન્ચ છે જે નગરપાલિકા અને સ્વચ્છતા હસ્તે હોવાથી માત્ર કાગળ પર જ વિકાસ થતો હોય તેવું લાગી રહ્યું છે વાંકાનેર તાલુકામાં આ સેન્દ્રીય ખાતર બનાવતી બ્રાન્ચને ડેવલોપ કરવા માટે નગરપાલિકાને સ્વચ્છતા દ્વારા ૧૧ લાખ રૂપિયા જેવી રકમ આપેલ હોય તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ગાંધીનગર લમભહ હસ્તે આ સેન્દ્રીય ખાતર ની જવાબદારી હતી તે વખતે સમયસર અને નિયમિત ખાતરનું પ્રોડક્ટ કરવામાં આવતું હતું જે હાલ બંધ હાલતમાં છે જેથી ના છુપકે  વાંકાનેર પ્રથક ના ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.