Abtak Media Google News

શાળા સલામતી સપ્તાહનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી

ગુજરાત રાજ્ય આપત્તી વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા શાળા સલામતી સપ્તાહ ૨૦૧૭નો શુભારંભ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. આજના સમયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજાગ થઈને કેવી રીતે ઝઝુમવુ તે માટે શાળા સલામતી સપ્તાહ ઉજવવાનુ નક્કી થયુ છે. ૨૭ જુનથી ૧ જુલાઇ સુધી શાળા સલામતી સત્પાહનું આયોજન ગુજરાતની વિવિધ શાળાઓમાં કરવામાં આવશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે, આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે. આ વિદ્યાર્થીઓને આપત્તી સમયે માગદર્શન મળી રહે તે માટે શાળા સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. ગુજરાતના ૨૦૦૧ના ભુકંપ બાદ તત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્ય આપત્તી વ્યવસ્થાપન સત્તા મંડળની સ્થાપના કરી હતી. આપત્તીઓને આશીર્વાદમાં કેવી રીતે ફેરવવી તે માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે. સુનામી, સાયકલોન, ભૂકંપ, આગ, વાવાઝોડા માટે શુ કરવુ તેની સમજ વિદ્યાર્થીને આપવી જરૂરી છે. બાળકો પોતે ટ્રેઇન થઈ પરિવારને સમજ આપી શકે છે.

૨૬, જાન્યુઆરી ૨૦૦૧ના ભૂકંપને યાદ કરતા મુખ્યમંત્રી એ જણાવ્યુ કે, અંજારની શેરીમાં બાળકો દેશભક્તિના ગીતો ગાતાં-ગાતાં મૃત્યુ પામ્યા હતા ત્યારે લોકજાગૃતિ ખૂબ જરૂરી બની રહે છે. બાયસેગના માધ્યમથી વિવિધ જિલ્લાના બાળકોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, ગુજરાત આપત્તીથી ડરનારૂ નહી પણ લડનારૂ રાજ્ય છે. આપત્તી સામે આપણે વિજય મેળવવાનો છે.

ડર્યા વગર, મૂંઝાયા વગર લોકોને બચાવવાનો નિર્ધાર કરવાનો છે. આ સમગ્ર સપ્તાહ સુધી સારામાં સારા કાર્યક્રમ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મંત્રી  દિલિપસિંહ ઠાકોર, મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ, બાયસેગના માધ્યમથી વિવિધ જિલ્લાના કલેક્ટર ઓ, આચર્ય ઓ, શિક્ષક ઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.