Abtak Media Google News

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Advertisement

014 1

અબતક સાથેની વાતચીત દરમિયાન જયભોલે પાઈપ ઈન્ડસ્ટ્રીઝના પાર્ટનર દિપકભાઈ પલાણીએ જણાવ્યું હતુ કે લોકડાઉનને લઈ અમારા ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. આમ કહું તો શર્ટડાઉન જેવું છે. અમારી એગ્રીકલ્ચર પ્રોડકટ છે. તે અત્યારે નાના નાના સેન્ટર બંધ હોય ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી પ્રોડકશન કરવાની વાત જ નહી થતી હાલમાં જે સ્ટોક છે જે અમે પાર્ટીના ટાઈમ સાચવવા માટે સપ્લાય કરીએ છીએ અમારે ત્યાં ઈનહાઉસ મજૂરો માટેની બધી રહેવા જમવાની સગવડો, પગાર વગેરે જરૂ રીયાત પૂરી કરીએ છીએ અમે સ્ટોક માટે માર્કેટ સાથે સંકળાયેલા હોવાથી ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી પ્રોડકશન શરૂ  કરેલ ન થી અમારા શાપર-વેરાવળ ઈન્ડિસ્ટ્રીઝ એસો. ખૂબજ મહેનત કરે છે. અમને જરૂ રત હોય તો અમારૂ  ધ્યાન દોરે છે. મજૂરો ને એટલુ કહેવું કે દરેક કારખાનેદાર પોતાના કારીગરોને સાચવવા તૈયાર છે. તમને આ કપરા સમયમાં તેમનો સાથ આપો મેં એવું સાંભળ્યું છે કે ૨૦૨૦નું વર્ષ જીંદગી જીવવાનું વર્ષ છે. નફો નુકશાન જોવાનું નહી જીવતા હશુ તો આગળ નવું કાંઈક કામ કરી શકીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.