Abtak Media Google News

 

ચેકીગ દરમિયાન શનિવારે 83 વિજ જોડાણમાંથી 49.66 લાખની વિજચોરી પકડાઈ

 

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઈવ દ્વારા જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમ-દ્વારકા જિલ્લામાં મોટાપાયે વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને સતત એક સપ્તાહ ના ચેકિંગ દરમિયાન કુલ 1 કરોડ 65 લાખની વિજચોરી પકડી લેવામાં આવી છે. શનિવારે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં  દરોડા પાડીએ વધુ 49.65 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઈવ દ્વારા ગત સોમવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને સતત એક સપ્તાહના સોમવારથી શનિવાર સુધીના સમયગાળામાં કુલ 1,65,72,000 ની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.

પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા શનિવારના જામનગરના નવાગામ ઘેડ-,પટેલ કોલોની સહિતના જુદા જુદા વિસ્તારો પણ 36 ટુકડીને ઉતારવામાં આવી હતી, જે દરમિયાન 483 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 83 વિજ જોડાણ માંથી ગેરરીતિ જોવા મળી આવી હતી, અને તેઓને રૂપિયા 49.66 લાખના વિજચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે આમ સમગ્ર એક સપ્તાહ દરમિયાન વિજ ચોરીનો આંકડો 1.65 કરોડનો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.