Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધા કે તાસીરમાં કોઈને કોઈ અડચણ ની સંભાવના.  વિદ્યુત ઉત્પાદ, રંગ તથા રસાયણનાં જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. આ સિવાયનાં વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહ. સર્વિસ બિઝનેસ ના જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  19, 20 ઓકટો  મધ્યમ રહેશે.

 

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

પ્રોસેસ્ડ ફૂડ એવમ કેનિંગ   પેકીંગ ફૂડ સંબંધિત,  ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધા માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ રહેશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ  અણધાર્યા લાભ અપાવશે. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો ત્થા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સારુ સપ્તાહ.16, 18 ઓકટો સાવ સામાન્ય નીવડશે.

 

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

સરકારી તેમજ  ખાનગી કે ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-વિદ્યાલય, કોલેજ સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે,  નીચસ્થ બુધ વાળા જાતકો માટે આ સપ્તાહે પણ કાળજી લેવી. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. સગા તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંની સંભાવના. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.   18 તથા 19 ઓક્ટો મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડશે.

કર્ક

004 1

મોટી મોટી ફાર્મસી, તથા મોટા કેમિકલ પ્લાંટનાં જાતકો માટે  આ સપ્તાહ  હળવું નબળુ નીવડશે. સાથે ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી કે માલિક માટે આ સપ્તાહ અતિ સાધારણ નીવડશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે  આ સપ્તાહ લાભકારક રહેશે. વ્યાપાર-વણિજનાં જાતકો માટે  સપ્તાહ.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયી સપ્તાહ  21 ઓકટો સાધારણ જણાશે.

 

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

વિશાળ ઓધોગિક એકમ વાળા જાતકો માટે  હળવું લાભકારી સપ્તાહ. જાહેર ક્ષેત્રનાં જાતકો, સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકૂળ રહેશે. તેમજ બોલીને સંબંધ બગડી જવાની સંભાવના. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો  માટે આ  સપ્તાહ  લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ તથા મહિલા કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે.  દિનાંક 17, 20 ઓકટો  દોડધામ વાળું જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહે તકો મળવાંની સાથે  વ્યયના સંયોગો પણ બને છે.  આથી, યથામતિ નિર્ણય લેવાં.  ધંધાકીય નવાં કામકાજ શરુ કરવા માટે સાનુકૂળ સપ્તાહ.  નીચસ્થ બુધ કે નીચસ્થ બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ અલ્પાંશે લાભદાયી નીવડશે, પરંતુ વાણી પર કાબુ રાખવો હિતાવહ. ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. કેન્દ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ.  કલા વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ.  પરિવારજનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો.  ગûહિણી, મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ  21 ઓકટો પ્રતિકૂળ જણાશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

ઉચ્ચસ્થ મંગળ તેમજ સ્વગૃહી મંગળ ધરાવતાં  જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે.  અગાઉ,  અધુરા રહેલા તથા પેન્ડીગ ધંધાકીય કામકાજ નો નીવેડો આવવાની સંભાવના. અગ્નિ સંબંધિત તમામ પ્રકારના ક્રિયા-પ્રક્રિયા ધરાવતા  ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ તથા આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રે ના કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. વણસેલા સંબંધ સુધરતાં જણાશે. નજીકના  મિત્રો સ્નેહીઓ તરફથી  સહકાર યથાવત રહેશે. યુવાનો, છાત્રો, ગૃહિણી તથા નિવૃત્તો માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે.  18 ત્થા 22 ઓકટો સાવ સામાન્ય નીવડશે.

 

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

આ સપ્તાહ  દરમ્યાન કેટલાક અણધાર્યા લાભ મળવાનાં સંયોગો.  ગાર્મેન્ટસ, ફેશન તથા ફેબ્રીક, ફોટોગ્રાફી  રીલેટેડ કોઈ પણ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યાપાર-વણિજ  તથા સર્વિસ બિઝનેસ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. રિયાલ્ટી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકૂળ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળું સપ્તાહ રહેશે. કુટુંબમાં  હળવાં મનદુ:ખ સાથે સહકાર અકબંધ રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે લાભકારી સપ્તાહ. 18 તથા 21 ઓકટો સામાન્ય રહેશે.

ધન

009 1

આ સપ્તાહ પણ અનેક રીતે લાભકારક નીવડશે, ખાસ કરીને કોમોડીટી, ગ્રેઈન મર્ચન્ટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોબાઈલ ત્થા કોમ્પ્યુટર એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે  આ સપ્તાહ આર્થિક રીતે લાભદાયી  પરંતુ દોડધામ વાળું રહેશે.  આ સપ્તાહે  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે બઢતી એવમ બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે.  પરિવાર સાથે ધાર્મિક યાત્રા નાં અવસરો. યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 18 ઓકટો સરેરાશ રહેશે.

મકર

010 1

આ સપ્તાહે  પન્નોતિનો ઊગ્ર પ્રભાવ વર્તાશે કિંતુ હળવો રહેશે,  આથી નવા કામકાજ, વહીવટ વ્યવહાર  સમજી વિચારીને કરવાં. જરૂર લાગે ત્યાં નિષ્ણાતોની સલાહ સૂચન લેવા.  મોટા કે લોખંડ સંબંધિત ઉદ્યોગ ધંધા ના જાતકો માટે આ  સપ્તાહ સાનુકૂળ રહેશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રતિકૂળ સપ્તાહ. વ્યાપાર-વાણિજ્ય નાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે અર્ધ-પ્રતિકૂળ સપ્તાહ. સગા-સ્નેહીઓ વચ્ચે મનદુ:ખ થવાના સંયોગો.   મહિલાકર્મીઓ, ગૃહિણી માટે સાધારણ સપ્તાહ 17, 21, 22 ઓકટો સાવ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ ધાર્મિક એવમ આધ્યાત્મિક  વ્યક્તિઓ તેમજ કોઈ પણ આસ્થા પ્રણાલીનાં વ્યક્તિ વિશેષ  માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વાણિજ્યનાં તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકૂળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  કુટુંબીજનો ત્થા સગાંઓ દ્વારા સાથ-સહકાર અકબંધ રહેશે.  મહિલા કર્મીઓ તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  20 તથા 21 ઓકટો સામાન્ય જણાશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

 

મીન

012 1

મોટા ઓદ્યોગિક એકમ તથા દરેક પ્રકારનાં વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં  જાતકો તથા વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે આ સપ્તાહ  લાભકારી તથા પ્રગતિકારક નીવડશે.  ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  આ સપ્તાહ દરમિયાન  પણ  સરકારી કર્મચારી વર્ગ માટે બદલીની સંભાવના.  અર્ધ સરકારી  તેમજ ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ રહેશે. ધંધા-વ્યવસાય હેતુ દોડધામ થવાના સંયોગો. યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ અતિ સામાન્ય રહેશે. 18 ઓકટો સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.