Abtak Media Google News

 નવું નવુ માતૃત્વ માતાને માટે પણ પડકાર હોય છે.

ફોરેન કંટ્રી જે વિકસીત દેશો છે ત્યાં એવો ટ્રેન્ડ પ્રચલિત છે કે જ્યારે બાળક છ મહિનાનું થાય ત્યારે તેને માતા સાથે સુવડાવવામાં નથી આવતું અને જેના કારણે માતાએ અમુક અંશે તણાવનો સામનો કરવાનો વારો આવે છે. તો આવો જોઇએ કે કેવી પરિસ્થિતિ સર્જાય છે ?

એક અભ્યાસ મુજબ જે મમ્મીઓ છ મહિનાનાં બાળકને સાથે સુવડાવે છે તેવી માતાઓ ૭૬% ડિપ્રેસનમાં હોય છે. આ ઉપર ૧૬% પોતાની ઉંઘની આદત બાબતે વધુ ફિટીસાઇઝ કરે છે.

04102015090656fertilityઆ ઉપરાંત તેમને બાળકની ઉંઘ બાબતે પણ વધુ ચિંતા સતાવતી હોય છે. તેમજ અન્ય લોકો પણ બાળકની ઉંઘ બાબતે ઠપકો આપે છે ત્યારે પોતાની જાતને જ કોસે છે. એ બાબત કોઇ પણ વ્યક્તિ માટે સારી નથી.

એક અભ્યાસમાં ૧૦૩ વાલીઓનો અભ્યાસ એક વર્ષ સુધી કરવામાં આવ્યો જેમણે નવજાત શિશુને જન્મ આપ્યો હોય તેવા વાલીઓનો સમાવેશ કરાયો હતો.

જેમાં ૭૩% પરિવાર એક માસનાં બાળકને જ એકલું સુવાની આદત પાડતુ હતું. ૫૦% પરિવાર ત્રણ માસના બાળકને એવી આદત પડાવતું હતું. બાકીનાં ૩% લોકો છ મહિનાના બાળકને એકલું સુવડાવવાની આદત પડાવતું હતું.

post patrum depressionએ છત પણ જો બાળક સાથે સુતુ હોય અને કંઇ પરેશાની ન થતી હોય તો પણ અપૂરતી ઉંઘ તો થાય છે.

આમ બાળકને સાથે સુવડાવવું એ ખરાબ નથી પરંતુ તેનાથી વાલીઓમાં અપૂરતી ઉંઘના કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. તેવા સમયે બાળકને અલગ સુવડાવવું એ સારો વિકલ્પ સાબિત થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.