Abtak Media Google News

ઘોડિયામાંથી ઘોડે ચડ બનતા સંતાનોને ‘ગળથૂથી’માં જ સંસ્કાર આપવાની આપણી પ્રાચીન પરંપરાઓ હવે જગત આખાને સમજાય….

100 શિક્ષક બરાબર એક માતા: બાળ કેળવણીમાં પરિવારનું જતન ખૂબ જ મહત્વનું હોવાના એક સર્વેમાં બાળકોને જવાબદાર નાગરિક બનાવવાની કેળવણીનો પાયો બાળપણમાંથી જ ચણવાની હિમાયત

રાંકના રતન હોય કે સોનાના બાલોતીએ ઉછેરાતા અમીરોના સંતાન… દરેક મા બાપ પોતાના બાળકો જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત અને સફળ બને તેવી મહેચ્છા રાખતા હોય છે, આધુનિક યુગમાં શિક્ષણ અને બાળ કેળવણીનું દિવસે દિવસે ખૂબ મહત્વ વધતું જાય છે… ત્યારે દરેક માતા-પિતા પોતાના સંતાનને જીવનમાં શિક્ષણની સાથે સાથે તમામ બાબતમાં ’પાવરધો’ બને તેવું ઇચ્છતા હોય છે

આધુનિક બાળકેળવણી ના સંશોધકો દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે બાળકોને બાળપણથી કેળવણીના પાઠ ભણાવવા જોઈએ. જોકે ભારતીય શિક્ષણ પ્રણાલી અને ખાસ કરીને ઋષિકાળની વૈદિક શિક્ષણ પરંપરાઓમાં બાળપણની કેળવણીનું મહત્મ્ય છે, ઇતિહાસમાં પણ  શિવાજી મહારાજ જેવા રાજવીઓ અને ઋષિમુનિઓ ને શૌર્ય, સખાવત, માનવતા અને મહાનુભાવોબનવાની કેળવણી ઘોડિયા માંથી જ મળી હોવાનું આપણા શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં મળે છે, શિવાજી મહારાજને બાળપણથી જ જીજાબાઈએ શોર્ય ભર્યા હાલરડા સંભળાવી સંભળાવીને બાળપણથી જ શૂરવીરતાનું સોમરસ  પાયું હતું.

111

આ જ રીતે ઋષિમુનિઓ તપસ્વીઓને પણ બાળપણના સંસ્કાર જીવનમાં મહાન બનાવવામાં નિમિત બન્યા હતા ..ત્યારે તાજેતરમાં આવેલા એક સર્વેમાં બાળકોની કેળવણીમાં માતા-પિતા અને વાલીઓએ બાળકો પર નાનપણથી જ ધ્યાન આપવું અને વ્યક્તિત્વ પર રોજે રોજનું ’અપડેટ’ કરાવવાની એક નવી પદ્ધતિની હિમાયત કરીને દરેક વાલીઓને પોતાના બાળકો પાસે રોજ રાત્રે સુતી વખતે આખા દિવસની પ્રવૃત્તિ અંગે 10 પ્રશ્નોનો જવાબ લેવાની હિમાયત કરવામાં આવી છે.. આ 10 પ્રશ્નોના મંથનમાં બાળકને ઉકેલની સાથે સાથે જીવન જીવવાની કુચીઓ મળતી થશે.   અને એક પછી એક દરવાજાઓ ખોલીને સફળ વ્યક્તિત્વ સુધી બાળકને દોરી જશે…. પ્રશ્ન આજના દિવસનું સૌથી સારું કાર્ય કયું? બાળકને પૂછો કે આજે આખા દિવસમાં શું સારું કાર્ય કર્યું છે

પ્રશ્ન: આજના દિવસમાં શું સારું કામ કર્યું ?

ફલ શ્રુતિ: આ જવાબ માટે બાળક આખા દિવસની પ્રવૃત્તિઓનું પૂત પુથ્થકરણ કરતા શીખશે અને તેમાંથી સારું અને વધારે સારા ના વર્ગીકરણથી આત્મા નિરીક્ષણ અને પરિસ્થિતિ ની સમીક્ષા કરવા નું કૌશલ્ય ખીલશે.

પ્રશ્ન:આજે કોઈ પરાક્રમ કે બહાદુરીનું કામ કર્યું?

ફલશ્રુતિ: સાહસ વિના સિદ્ધિ ન હોય.. આખા દિવસના પરાક્રમ અને બહાદુરીના કામના પ્રશ્ન ના જવાબ થી બાળકને “સાહસવૃત્તિ’નું મહત્વ સમજાશે અને પોતે કરેલા કામમાં બહાદુરીનું કામ કયું ગણાય?… આત્મ નિરીક્ષણ કરતા શીખશે સાહસ અને હિંમત ના કાર્યો ની બાળપણથી જ ઓળખ મળશે

પ્રશ્ન:આજે કોની સાથે રમ્યો કે નવા મિત્રો બનાવ્યા ?

ફલશ્રુતિ: આ જવાબ માટે બાળકને આખા દિવસની રમતનું સ્મરણ થશે અને કોની કોની સાથે મળવાનું થયું, તેમાં કોને મિત્ર બનાવવા? તે અંગે વિચાર મંથન અને મિત્રતાનું મહત્વ સમજાશે.

પ્રશ્ન: તારા સહઅધ્યાયી સાથે સારો વ્યવહારો રાખ્યો ?

ફળશ્રુતિ:આ પ્રશ્નના ઉત્તરમાં બાળકને મિત્રો સાથેનો પોતાનો વ્યવહાર સમજવાની સુઝ મળશે અને વ્યવહારમાં સાનુકૂળતા અને મૈત્રી કેમ જળવાઈ તેની ચીવટ ની દૂરદ દેશી આવશે

પ્રશ્ન: આજે એવું શું ઈચ્છતો હતો જે આવતીકાલે તું બદલીશ

ફળશ્રુતિ’ પરિવર્તન સંસારનો નિયમ છે આજનું પરિવર્તન ભવિષ્ય નિખારે છે, બાળક આજના બદલાવ માટે સમજતો થાય એટલે જીવન સફળ… આજના દિવસે કંઈક પરિવર્તન કરવાની ધગસ્ આપતા આ પ્રશ્નના જવાબથી જ બાળક જીવનમાં બદલાવ માટે તૈયાર થશે અને આવતીકાલે પણ નવું કરવા ની જિજ્ઞાસા કેળવશે…

પ્રશ્ન: આજે તને કંઈ વસ્તુએ આનંદિત કર્યો કે સુનમુન બનાવ્યો ?

ફળશ્રુતિ: જીવનમાં દરેક માટે સુખ દુ:ખની વ્યાખ્યા સમજવી અનિવાર્ય છે, આખા દિવસના રાજીપા અને દુ:ખ ના પ્રશ્નના જવાબ માટે બાળકને આખા દિવસની લાગણીના ઉતાર ચડાવ અને અન્યના વ્યવહારનું પોસ્ટમોર્ટમ કરવું પડશે ,કોણે કેવો વ્યવહાર કર્યો?. અને તેનાથી ખુશી મળી અને તેનાથી દુ:ખ થયું તેની સમજણ બાળકમાં આવશે

પ્રશ્ન: કાલ માટે તારા વિચારો શું છે ?

ફળશ્રુતિ; આજને કાલનો આધાર ગણવામાં આવે છે, કાલ માટે ના કામની અગત્યતા બાળકને સમજાવતા આ પ્રશ્નો થી આવતીકાલના આયોજન માટે બાળક સજા થશે અને આજના કામો આવતીકાલ માટે કયા કયા અને કેવી રીતે મહત્વના છે તે શુંજ બાળકમાં આવશે.

પ્રશ્ન: આજના દિવસમાં પડકારરૂપ શું કામ કર્યું ?

ફળશ્રુતિ:આખા દિવસનું સ્મરણ કરીને આ જવાબ આપવા માટે બાળકને તમામ પરિસ્થિતિનું વિવરણ કરી દરેક કાર્ય સમજવું પડશે. જેનાથી સામાન્ય અને પડકાર જનક પરિસ્થિતિનો ભેદ સમજવાની કોઠાસુજ આવશે .પડકારો સમજાઈ જાય એટલે તેનો ઉકેલ શોધતા પણ આવડી જાય

પ્રશ્ન: આજના દિવસે કંઈ નવું શીખવાનો આનંદ મેળવ્યો

ફળશ્રુતિ: આ પ્રશ્નના જવાબમાં બાળકને આખા દિવસની પ્રવૃત્તિમાંથી નવું શું શીખવા મળ્યું તેનું જ્ઞાન મળશે અને રમત રમતમાં કામનું શું? અમથું રમવાનું શું ?અને મસ્તી કોને કહેવાય ?તેની સમજ આવતા જીવનની ગંભીરતા નાનપણથી જ સમજાશે.

પ્રશ્ન: આજે નકકી કર્યું તે જ થયું ?

ફળશ્રુતિ; જીવનમાં આયોજનનું મહત્વ સમજાઈ જાય એટલે “વેલ બીગન ઈઝ હાફ ડન ’.. એટલે કે સારો આરંભ અડધી સફળતા અપાવી દે છે આયોજન કરવું અને તે મુજબ અમલ થાય તેના પ્રયાસો જ જીવનની સફળતાની ચાવી છે બાળક દિવસના આયોજન ની સમીક્ષા કરતો થઈ જાય અને બાળપણથી જ આયોજન બધું જીવનનો આગ્રહી બનશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.