Abtak Media Google News

પ્રેમિકા ગંભીર રીતે ઘવાતા પ્રેમીએ પોતાના શરીરે છરીથી છરકા કરી કર્યો આપઘાતનો પ્રયાસ

જામનગર રોડ પર ખંઢેરીમાં આવેલ વાડીમાં ખેતમજૂરી કરતા યુવકને તેની પ્રેમિકાના ચારિત્ર્ય પર શંકા જતાં તેણે ઉશ્કેરાઇને પ્રેમિકાને છરીના ઘા ઝીંકી દીધા છે

બાદ પાગલ પ્રેમીએ પોતે પણ છરીથી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રોડ પર ખંઢેરીમાં આવેલ કિશોરભાઇ કુહાડિયાની વાડીમાં ખેતમજૂરી કરતાં મૂળ ઉત્તરપ્રદેશના શિવમ વિશ્વકર્મા (ઉ.વ.29) અને તેની પ્રેમિકા રશ્મિ ગૌતમ (ઉ.વ.24)ને લોહિયાળ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, શિવમ વિશ્વકર્માએ પોતે તથા રશ્મિ ઉત્તરપ્રદેશના એક ગામના જ છે અને બંને વચ્ચે પ્રેમ થતાં એક વર્ષ પહેલા બંને ભાગીને ખંઢેરી આવી ગયા હતા અને વાડીમાં ખેતમજૂરી કરતા હતા.

એક મહિના પૂર્વે શિવમ પોતાના વતન ગયો હતો ત્યારે રશ્મિનો મોબાઇલ સતત વ્યસ્ત આવતો હતો, પ્રેમિકા રશ્મિને અન્ય કોઇ સાથે સંબંધ બંધાયાની શિવમને શંકા જાગી હતી, દશ દિવસ પૂર્વે શિવમ વતનથી પરત આવ્યો હતો અને તે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતી હતી, શુક્રવારે ફરીથી મોબાઇલ વ્યસ્ત આવવાની બાબતે ઝઘડો થતાં શિવમે ઉશ્કેરાઇને પ્રેમિકા રશ્મિને છરીના ઘા ઝીંકય છે

પ્રેમિકા પર હુમલો કર્યા બાદ શિવમે પોતાની જાતે પોતાના હાથમાં છરીનો ઘા માર્યા હતા જેથી તેમને સારવાર માં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.