લોહી શું છે…શ્રેષ્ઠ લોહી કોને કહી શકાય ?

લેબોરેટરીમાં આપણે ઘણું બધું કૃત્રિમ ઉત્પાદિત કરી શકીએ છીએ. આજે આપણે આર્ટિફીશિયલ ઇન્ટેલીનન્સ તૈયાર કરી શકયા છીએ પણ માનવજીવન માટે અનિવાર્ય એવું લોહી નથી બનાવી શકતાં, વિજ્ઞાન હજુ સુધી લોહીનો વિકલ્પ શોધી શકયું નથી માટે ડગલેને પગલે જરૂર પડે છે. એવું લોહી આપણે જ આપણા બંધુઓ – ભગિનીઓ માટે ધન કરવું જરુરી છે.

ધનદાન, દ્રવ્યદાન કે અન્ય દાન કરતાં રકતદાન શ્રેષ્ઠ અને પવિત્ર દાન છે એ એવું દાન છે જે કોઇને નવી જિંદગી આપે છે એવું ગૌ સેવા આયોજના ચેરમેન અને 128 વારના રકતદાતા ડો. વલ્લભભાઇ કથીરીયાએ ‘અબતક’ ચાય પે ચર્ચામાં જણાવ્યું

પ્રશ્ન:- લોહી શું છે ?

જવાબ:- માનવ શરીરમાં  અસ્થી, મજજા, માંસ પેસીની જેમ જ લોહી પણ શરીરનું એક ઘટકોકર્તા છે. આપણા શરીરમાં વ્યકિતના વજનના 9 ટકા લોહીનો ભાગ હોય છે. યુવાનોમાં સાડાચારથી પાંચ લીટર લોહી હોય છે. જેમાં રકતકણ, શ્ર્વેતકણ, પ્લેટ લેટ, પ્લાઝમાં વગેરે હોય છે જે શરીરને પોષણ આપવાનું કામ કરે છે.

પ્રશ્ન:- શ્રેષ્ઠ લોહી કોને કહી શકાય?

જવાબ:- ખરેખર તો લોહી એટલે લોહી જ છે. માનવ માત્રનું લોહી એક સરખું જ હોય પરંતુ તેમાં ઘટક તત્વોની વધ-ઘટ હોય છે અને લોહીના જુદા જુદા ગ્રુપ જેમાં એ.બી.ઓ. મુખ્ય ગ્રુપ તેમાં પેટા ગ્રુપોમાં એ પોઝિટીવ, બી પોઝિટીવ, ઓ પોઝિટીવ, એ નેગેટીવ વગેરે નકિક થાય છે. જેમાં બી પોઝિટીવ ગય્રુપ વર્ડમાં વધારે લોકોમાં હોય છે. લોહી આપણે મુખ્ય આધાર બન્યો છે.

પ્રશ્ન:- લોહીની જરૂર પડે કોને પડે, અને કેવા સંજોગોમાં?

જવાબ:- હાડકામાં આવેલ મજાજમાંથી લોહી બને છે. શરીરમાં લોહીની ઉણપ હોય તેને લોહી આપવું પડે છે. તેમજ મોટી સર્જરી જેવી કે કેન્સર, બે્રઇન, હેમરેજ વગેરે જેવી બીમારી અથવા તો મહિલાઓની પ્રસુતિ સમય કે અકસ્માતમાં ઘવાયેલા લોકોનું લોહી મોટા પ્રમાણમાં વહી ગયું હોય ઉપરાંત બ્લડ ના રોગોમાં પણ લોહી આપવું પડે માનવ માટે માનવનું

પ્રશ્ન:- લોહીની ઉણપ હોય તો તેને કેમ ખબર પડે?

જવાબ:- માણસ ફીકકો પડી જાય, થાક વધુ લાગે, શ્ર્વાસ ચડે ખુબ જ નબળાઇ લાગે, હાથ પીળા પડી જાય તેમજ લેબોરેટરી તપાસ દરમિયાન લોહીની ઉણપ છે કે કેમ? તે જાણી શકાય.

પ્રશ્ન:- આપણે કૃત્રિમ લોહી બનાવી શકીએ એ દિવસો કેટલા દુર છે.

જવાબ:- ખુબ જ દુર છે, માનવ શરીર એવું છે કે કુદરતી લોહી જે બને છે તેવું તો કદાચ નહીં બનાવી શકીએ, પરંતુ તેને ગ્લુકોઝ આપી શકીએ પરંતુ કુદરતી બનતું લોહી પ્લાઝમાં ડબલ્યુ બીસી હજુ આપણે બનાવી શકયા નથી. એટલે જ રકતદાનનું ખુબ જ મહત્વ છે અને કુદરત પાસે વિજ્ઞાન ટુંકુ પડયું છે. હજુ સુધી લોહી બનાવી શકયા નથી.

પ્રશ્ન:- રકતદાનના ફાયદા શું છે?

જવાબ:- જુદા જુદા પ્રકારના રોગોમાં દર્દીઓને રકતની જરુર પડે તો રકત સિવાય વિકલ્પ નથી જેથી રકતદાન કરવા લોકોએ આગળ આવવું પડશે.  18 વર્ષ થી 65 વર્ષ સુધીના સ્વસ્થ પુરુષ કે મહિલા રકતદાન કરી શકે જેમાં રકતદાન કરનારના સ્વાસ્થ્યની ચિંતા પણ કરવામાં આવે છે.

પ્રશ્ન:- રકતદાતા કેટલા સમયના અંતરે અને કેટલીવાર રકતદાન કરી શકે?

જવાબ:- શરીરમાં 9 ટકા જેટલું રકત હોય છે રકતદાન કરનાર પાસેથી 5000 એમ.એલ. લોહી શકાય, અને ર4 કલાકમાં જ તેની શરીરમાં ભરપાઇ થાય છે. અને લોહીમાં રહેલા તમામ ઘટકો 14 દિવસમાં ભરપાઇ થઇ જાય છે. જેથી રમતદાતાઓએ ગભરાવાની જરુર નથી. રકતદાતા દર ત્રણ મહિને લોહી આપી શકે અને તે જીંદગીભર લોહી આપી શકે.

પ્રશ્ન:- રકતદાન અંગે લોકોમાં ઉદાશીનતા હોવાનું શું કારણ હોઇ શકે…?

જવાબ:- વિશ્ર્વ રકતદાતા દિવસ વિશ્ર્વ રકત દિવસમાં પણ જનજાગૃતિ દ્વારા લોકોને કહેવામાં આવે છે કે રકતદાન કરો ફાધર વાલેશ પણ રકતદાનના હિમાયતી હતા અને એ પણ રકતદાન મહાદાન ને સમર્થન આપતા ખરેખર લોકોએ રકતદાનમાં ગભરાવાની કે બીવાની જરુર નથી રકતદાન કરી આપણે ણાની જીંદગી બચાવી શકીએ અને આ મોટું પુણ્યનું કાર્ય છે.

પ્રશ્ન:- રકતદાતાઓને પ્રોત્સાહીત કરવા શું કોઇ સ્કીમોની જરૂર ખરી?

જવાબ:- રકતદાતાને પ્રોત્સાહીત કરવા  માટે ઇન્ટરનેશનલ લેવલે રેડક્રોસ સંસ્થા ની સ્થાપના થઇ બીજા વિશ્ર્વ યુઘ્ધ સમયે જયારે ખુબ લોહીની જરુર પડી ત્યારે બ્લડ બેંક શરુ કરવામાં આવી ,શરુઆતમાં અલગ અલગ રાજયોમાં બ્લડ બેંક શરુ કરવામાં આવી અને અત્યારે તો નવી ટેકનોલોજી પ્રમાણે એક રકતદાતા સાત વ્યકિતઓને નવજીવન આપી શકે છે. કારણ કે તે લોહીમાંથી પ્લાસમાંની જરુર હોય તોતેમાંથી પ્લાસમાં લઇ શકાય, ડબલ્યુ બીસીની જરુર હોય તેના માટે તે લઇ શકાય આમ એક રકતદાતાનું લોહી સાત વ્યકિતને કામ આવી શકે જેથી વગર પૈસાનું આ પૂણ્ય છે.

પ્રશ્ન:- આપની રકતદાનની યાત્રા કેવી રહી.

જવાબ:- અમદાવાદ ખાતે પ્રિ સાયન્સના અભ્યાસ માટે ગયેલો અને ત્યાં રેડક્રોસ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ત્યાં મને ફાધર વાકોરા ના શબ્દો યાદ આવ્યા ‘રકતદાન મહાદાન’ જેથી મેં પ્રથમ વખત ત્યાં રકતદાન કર્યુ હતું. ત્યારબાદ વર્ષમાં ચાર વખત રકતદાન કર્યુ છે. ઉંમરના હિસાબે અને હવે ડોકટરો હવે રકતદાન કરવાની ના પાડે છે. પરંતુ હું સ્વસ્થ છું તેથી વર્ષમાં બે વાર હજુ પણ રકતદા કરું છું.

પ્રશ્ન:- વર્તમાન સમયમાં રકતની જરુરીયાત વધી છે કે ડોનેશન ઘટયું છે?

જવાબ:- રકતની જરુરીયાત તો વધી છે સાથે સાથે રકતદાન પણ વઘ્યું છે. પરંતુ વિશ્ર્વમાં માનવ વસ્તીને જોતા એક ટકો લોકો રકતદાન કરે તો પણ વાંધો આવે નહીં પરંતુ અત્યારે નવા નવા રોગ, એકસીડન્ટના કેસ વધતા જાય છે. કેન્સરની બીમારીઓ વગેરે સર્જરી કરવી પડે છે. જેથી રકતની ખુબ જ જરુર રહે છે પરંતુ કોરોના જેવી મહામારી, તહેવારો, ઉત્સવો વગેરેમાં રકતદાનની પ્રવૃતિમાં ઓટ આવતી હોય છે. જેથી દરેક જીલ્લામાં હવે રકતદાન માટેની બ્લડ બેંક કરવા સરકારનું આયોજન છે. રકતદાનની જરુર ખુબ જ છે.

પ્રશ્ન:- થેલેસેમીયાના દર્દીઓ માટે રકતદાન કરવું જરુરી….?

જવાબ:- આવા દર્દીઓના શરીરમાં લોહી બનતુ નથી જેથી રકતદાતાઓએ રકતદાન કરવા આગળ આવવું જોઇએ.

પ્રશ્ન:- રકતદાતાઓને આપ શું સંદેશો આપશો?

જવાબ:- સંદેશો એક જ હોઇ શકે આપણે સૌ યુવાનો, તંદુસ્ત વ્યકિતઓએ વર્ષમાં ચાર વખત રકતદાન કરો અને આ રકતદાનથી અનેકનું જીવન બચાવી શકશું એક પણ માનવ જીવન રકતના અભાવે મૃત્યુ ન પામે તેવો પ્રચાર-પ્રસાર અને રકતદાનનો અમલ કરીએ…

માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતા ડો. કથીરીયા

‘અબતક’ ચાય પે ચર્ચામાં રકતદાન અને રકતદાતાઓ વિષય પ્રશ્ર્નોના ઉતરમાં લોકોને માનવતાના ઉદાહરણ  રૂપ દાખલો આપતા જણાવ્યું હતું કે જયારે હું મેડીકલ પ્રેકટીસ કરતો ત્યારે રાત્રે એક પેસન્ટ આવ્યું કે જેનું આંતરડું ફાટીગયું હતું. જેથી તેનું તાત્કાલીક ઓપરેશન કરવું જરુરી હતું અને રકતની પણ તાતી જરુરીયાત હોય મારી જ હોસ્પિટલમાં મે રકત આપીતેનું ઓપરેશન કર્યુ હતું. ઓપરેશન સફળ રહ્યું અને આજ પણ એ જીવે છે અને દર દિવાળીએ મને પગે લાગવા આવે છે અને કહે છે કે સાહેબ, સૌ પ્રથમ તમે મને લોહી આપ્યું હતું.