Abtak Media Google News

સમગ્ર વિશ્ર્વમાં માત્ર અને માત્ર એક ‘કમળ’ જ એવું ફૂલ છે જે સાતો સાત રંગોમાં ખીલે છે. લક્ષ્મીજીનું આસન જ કમળ છે. વિષ્ણુ ભગવાનને એટલે જ  તો ‘કમળાપતિ’ પણ કહેવાય છે. દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનનાં આઠમાં અવતાર છે. દ્વારકાધીશ અને રણછોડરાય (ડાકોર)ને પદુ-છપ્પનભોગ ધરાવવાનો આવે છે. એમાં કમળનું ફુલ નિમિત છે. કઇ રીતે ? આવો…જાણીએ…

કમળનાં ફૂલમાં સામાન્ય રીતે ત્રણ પડ હોય છે. સૌથી પહેલાં પડમાં આઠ, બીજા પડમાં એનાથી ડબલ સોળ અને ત્રીજા પડનાં એનાથી ડબલ બત્રીસ અને કુલ મળીને છપ્પન પાંખડીઓ ખૂલી જાય તેની મધ્યમાં ભગવાન બિરાજે છે. પછી દરેક પાંખડીઓ એક-એક ગોપી (રાધા સહિત) ભગવાનને છપ્પન વાનગીઓ ખવરાવે છે. તે મુજબ જે છપ્પન અલગ-અલગ વાનગીઓ ધરાવવામાં આવે છે તેને જ છપ્પન ભોગ કહેવામાં આવે છે.

કમળ એ બ્રહ્મનું પ્રતિક છે. ત્રણ પડ એ ત્રણ લોકનું પ્રતિક છે. આઠ પાંખડી શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓનું ૧૬-સોળ પાંખડીએ સોળ શણગાર અને સોળ કળાનું અને બત્રીસ પાંખડીએ શરીરમાં બત્રીસ કોઠાનું પ્રતિક છે. છપ્પનભોગની વાનગીઓ સગવડ-અગવડ મુજબ સ્થળ અને સમયને ધ્યાનમાં રાખીને કઇક અંશે ફેરફારને આધિન રહેતી હોય છે.

સામાન્ય રીતે પદુ (છપ્પન) ભોગ માટે ૭૦ (સિત્તેર) ડબા શુધ્ધ ઘી, ૨૫૦ (બસો પચાસ) કિલો મેંદો, ૫૦ (પચાસ) ગુણી ખાંડ, અન્ય સુકામેવા અને પુરક સામગ્રી વપરાય છે. છપ્પન પ્રકારની મિઠાઇ બનતી હોઇ તેને ૫૬ (છપ્પન) ભોગ કહેવાય છે. વાનગીઓ નીચે મુજબ દર્શાવેલ છે.

 

૧- બૂંદી છૂટી             ૩૦- છાશ

૨- મોતીચુર               ૩૧- દહીં

૩- અડદિયા               ૩૨- ઘી

૪- ચોખાના લાડુ         ૩૩- માખણ

૫- મગનો શીરો           ૩૪- પૂરી

૬- મોહનથાળ             ૩૫- રોટલી

૭- મૈસૂર ઘેબર             ૩૬- રોટલા

૮- બરફી ચુરમું             ૩૭- ભાખરી

૯- પેંડા-સાદા             ૩૮- પાપડ

૧૦- શીખંડ               ૩૯- ચણાદાળ

૧૧- રબડી                ૪૦- મગદાળ

૧૨- કાજુ કતરી           ૪૧- તુવેર દાળ

૧૩- પકવાન              ૪૨- ખીચડી

૧૪- બાસુંદી               ૪૩- ભાત

૧૫- દૂધપાક              ૪૪-  તમામ કઠોળ

૧૬- ચણા લોટ શીરો     ૪૫-  બટાટા વડા

૧૭- રવાનો શીરો         ૪૬-  ગાઠીયા

૧૮- લાપસી              ૪૭- ભજીયા

૧૯- સક્કર ગુંજા          ૪૮- કચોરી

૨૦- બિરંજ               ૪૯- પેટીસ

૨૧- ચંદ્રકળા              ૫૦-  દહીવડાં

૨૨- ગુલાબજાંબુ          ૫૧- રાયતુ

૨૩- કેસર પેંડા            ૫૨-  જલેબી

૨૪- કંસાર                 ૫૩-  પાતરા

૨૫- ખાજલી              ૫૪-  ખાંડવી

૨૬- માલપુઆ             ૫૫- ખમણ

૨૭- ગગન                 ૫૬- તમામ લીલા શાકભાજી

૨૮- શક્કરપારા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.