Abtak Media Google News

સામાન્ય રીતે લોકોને જીન્સ પહેરવું ખૂબ પસંદ હોય છે ત્યારે જીન્સ પણ એક સ્માર્ટ લુક અને કંફર્ટ ફિલ આવે છે. પરંતુ જ્યારે જીન્સ પહેરીએ છીએ ત્યારે એ પ્રશ્ન તો થાય જ છે કે જીન્સનાં આગળનાં ખીસ્સામાં એક બીજુ નાનું ખીસ્સુ શુંકામ આપ્યુ છે. અને તેનો ઉપયોગ છે શું જ્યારે અહિં આ માટે લોકોનાં અલગ અલગ વિચાર રહ્યા છે પરંતુ આવો જાણીએ કે શા કારણોથી આ નાની ખીચ્ચી આપવામાં આવી છે.

સામાન્ય રીતે બધા જીન્સમાં ચાર ખીસ્સા તો હોય જ છે પરંતુ તેના સિવાય પણ એક નાનું ખીસ્સુ પણ હોય છે. તે જમણી બાજુનાં ખીસ્સાની અંદર હોય છે. કેટલાંક લોકો એમ કહે છે કે આ પોકેટ સિક્કા રાખવા માટે બનાવવામાં આવ્યું છે જેના ઘણા બધા લોકોનાં વિવિધ વિચાર હોય છે. પરંતુ આ વિશે યોગ્ય સલાહ લેવામાં આવે તો આનો સંબંધ ઇતિહાસ સાથે જોડાયેલો છે. લેવી સ્ટ્રોસ નામની કંપનીએ આ નાના પોકેટની શરુઆત કરી હતી. જે કંપની આજે લીવાઇસ નામથી જાણીતી છે.

સૌથી પહેલાં આ પોકેટ ‘કાઉબોયઝ’ એટલે કે મંજૂરો માટે સ્પેશ્યિલી તૈયાર કરવામાં આવી હતી. તેમાં તે લોકો પોતાની ચેન વાળી ઘડિયાળ એટલે કે પોકેટ ઘડિયાળ રાખતા હતા. આ પોકેટને ‘વોચ પોકેટ ’ પણ કહેવામાં આવતુ હતું.ઘડિયાળ રાખવાની આ સૌથી સુરક્ષિત જગ્યા હતી. જેમાં ઘડિયાળ પડી જવાની પણ બીક નહોતી રહેતી અને લાગવાની પણ બીક ન હોતી.અને આજે પણ આ નાનુ ખીસ્સુ ખૂબ ઉપયોગી સાબિત થઇ રહી છે જેમાં નાની નાની ચીજ વસ્તુઓ સાચવવી સરળ બને છે. અને કાઢવી પણ સરળ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.