Abtak Media Google News

રખડતા ઢોરની પણ રોજની 10 ફરિયાદો: ઓગસ્ટમાં નોંધાયેલી 26,716માંથી 24,855 ફરિયાદોનો નિકાલ 

સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહેલા રાજકોટ શહેરમાં ફરિયાદોનો કોઇ પાર ન હોય તેવું લાગી રહ્યું છે. રોજની 86ર મુજબ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ઓગસ્ટ માસ દરમિયાન ર6,716 ફરિયાદો નોંધાઇ છે. જેમાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ શાખાને લગતી છે. રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોરનો ત્રાસ હોવાનો પણ રોજની 10 ફરિયાદો નોંધાઇ રહી છે. ઓગસ્ટમાં નોંધાયેલી 26,716 પૈકી ર4,855 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. આજની તારીખે પણ 1030 ફરિયાદો પેન્ડીંગ છે.

ગત 1 થી 31 ઓગસ્ટ સુધી કોર્પોરેશનના ચોપડે રખડતા-ભટકતા ઢોરના ત્રાસની 315 ફરિયાદ, કૂતરા કરડ્યા હોવાની 64 ફરિયાદ, આવાસ યોજનાના ક્વાર્ટર અન્યને ભાડા આપી દીધા હોવાની 10 ફરિયાદ, બાંધકામ શાખાને લગતી 1188, મરેલા ઢોર અંગેની 685, સિટી બસની ર90, કોરોનાને લગતી ચાર, દબાણ હટાવ શાખાને લગતી ર13, ડ્રેનેજ લાઇન ચોકઅપ થયાની 13,300 અને ડ્રેનેજ લાઇન મેઇન્ટેન્શનને લગતી 959, ફૂડ શાખાને લગતી 15, ગાર્ડન શાખાને લગતી 219, હેન્ડપંપ (ડંકી) બંધ હોવાની 7ર, ઓનલાઇન પેમેન્ટના ઇશ્યૂને લગતી 8, સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની અથવા દિવસે પણ ચાલુ હોય તેવી 3895, વોકળાંમાં દબાણ અંગેની 79, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને લગતી 3061, ટેક્સ બ્રાન્ચને લગતી 10, ટાઉન પ્લાનિંગ શાખાની 203, ટ્રાફીક એન્ડ ટ્રાન્સ્પોસ્ટેશન શાખાને લગતી ર0, અર્બન મેલેરિયા વિભાગની ર80 અને પાણીને લગતી 1794 ફરિયાદો નોંધાઇ છે. ઓગસ્ટ માસમાં નોંધાયેલી 26,716 પૈકી, ર4855 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવી છે. જ્યારે પેન્ડીંગ રહેલી 1030 ફરિયાદો પૈકી 181 ફરિયાદમાં ફરિયાદીનું એડ્રેસ મળ્યુ ન હતું. જ્યારે 458 ફરિયાદો અન્ય વિભાગની હોય જે કોર્પોરેશનમાં નોંધાવી દેવામાં આવી હતી.ગત જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં કોર્પોરેશનના કોલ સેન્ટરમાં રખડતા ઢોરને લગતી કુલ 1034 ફરિયાદ નોંધાઇ છે.

ઢોર પકડ પાર્ટીની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરનાર બેને દબોચાયા

હાઇકોર્ટના આદેશ બાદ કોર્પોરેશન દ્વારા હાલ પૂરજોશમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઇકાલે ઢોર પકડ પાર્ટી પર હુમલો થયો હતો. દરમિયાન ગઇકાલ બપોરથી બમણા જોશ સાથે રાજમાર્ગો પરથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આજે સવારે રૈયા રોડ પર ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બાઇક પર આવેલ બે શખ્સો ઢોર પકડવાની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરતા હતા. કોર્પોરેશનનો કાફલો પહોંચે તે પહેલા જ રોડ પરથી ઢોરને શેરીઓમાં તગડી મૂકતાં હતા. આ વાત ધ્યાનમાં આવતાની સાથે ઢોર પકડ પાર્ટીના અધિકારીઓએ બે બાઇક સાથે બે યુવાનોને પકડી લીધા હતા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દીધાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.