Abtak Media Google News

શાળાઓ 10 એપ્રિલ સુધી બંધ કરવા મુદ્દે શિક્ષણ શ્રેષ્ઠીઓના મંતવ્યો

છેલ્લા વર્ષ દિવસથી શિક્ષણને કયાંકને કયાંક માઠી અસર થઇ રહી છે. લોકડાઉનને આજે એક વર્ષ જેવું થયું ત્યારે વિદ્યાર્થીઓની આ લોકડાઉનની મુંઝવણનો ઉકેલ કયારે આવશે? ત્યારે લાંબા સમય બાદ ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ થયું, ત્યારે તેના હવનમાં હાડકા સમાન ફરીવાર શાળાઓને તાળા લાગ્યા રાજય સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણને પુન: બંધ કરવામાં આવ્યું છે. તેની અસર હવે વિદ્યાર્થીઓ પર કેવી અસર થશે તે જોવાનું રહ્યું, રાજકોટના નામાંકિત શાળાઓની ‘અબતક’ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શાળા સંચાલકો અને પ્રિન્સીપાલો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફરી ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવશે. ત્યારે સંપૂર્ણ અભયાસ ક્રર્મને પૂરો કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની કઇપણ મુંઝવણ હશે તો તેનો ઉકેલ લાવવામાં આવશે. આ સાથે માસ પ્રમોશન આપવામાં આવશે નહી સાથે જ સ્કુલ શરુ થતા જ રીવીઝન કરાવી પરીક્ષા લેવામાં આવશે.

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે નહીં તેમને રીવીઝન કરાવી પરીક્ષા લેવાશે: રાજદીપ ભાઇ

Vlcsnap 2021 03 19 10H45M37S628

રાજ્ય સરકાર દ્વારા જે  બહાર પાડવામાં આવી છે તેને અનુસરી અમે ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું છે 10 એપ્રિલ સુધી અને ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું છે વિદ્યાર્થીઓને અને વાલીઓને ઓફલાઈન શિક્ષણ બંધ થતા ઘણી મૂંઝવણ પણ થશે પરંતુ અમે અમારા વિદ્યાર્થીઓને ઓનલાઇન તમામ કોર્સ પૂરા કરાવી રહ્યા છે અને આ કેટલા દિવસનું લોકડાઉન રહેશે એમાં પણ કોર્સ પૂરો કરાવી દેસુ તેમજ પરિવાર તેમને ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં જ

સૌ પ્રથમ રિવિઝન કરાવવામાં આવશે ત્યારબાદ તેમને પરીક્ષા લેવામાં આવશે રહી વાત પ્રમુખની માસ પ્રમોશન ની તો વિદ્યાર્થીઓને જ્યારે માસ પ્રમોશન આપવામાં આવતા હોય છે ત્યારે તેઓને શિક્ષણ ના પાયા માં જે જરૂરી એવું અભ્યાસ ફરજિયાત કરવાનું રહે છે તે સરળ બની જાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને પાયો નબળો ન થાય તેને ધ્યાનમાં રાખીને અમે આ વખતે માસ પ્રમોશન આપવાની મનાઈ કરી છે અને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે જે પ્રિમલી એકઝામ લેવાની હતી તે હવે 10 તારીખ બાદ ફરી લેવા માં આવશે વિદ્યાર્થીઓ ને કોઈપણ જાતની મૂંઝવણ થવા ઓનલાઇન તેમની બધી જ અભ્યાસને લગતી મુંઝવણ અને પૂરી કરશુ તેમજ ઓનલાઇન કરતા ઓફલાઈન માં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો તે હિતાવહ છે કેમકે વિદ્યાર્થીઓને અભ્યાસનું સાનુકૂળ વાતાવરણ શાળામાં મળતું રહે છે અને તેઓ અને શાળાએ જે અભ્યાસક્રમ સ્વરૂપ હોય છે તેમાં વધુ રસ છે.

ઓફલાઇન અને ઓનલાઈન બંને શિક્ષણ કાર્ય પદ્ધતિમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવામા આવશે: અવધેશભાઈ કાનગડ (શાળા સંચાલક)

Vlcsnap 2021 03 19 10H45M49S065

આજની કેબિનેટમાં જેસી શિક્ષણ માટે નો જે નિર્ણય લેવામાં આવ્યો જેમાં ખાસ તો કેન્દ્ર સ્થાને  વિદ્યાર્થીઓ છે સરકાર પણ વિદ્યાર્થીઓનો વિચાર કરી અને તેમનું હિત જોતી હોય છે અમે આ વખતે માસ પ્રમોશન આપવાની મનાઈ કરી છે અને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે જે પ્રિમલી એકઝામ લેવાની હતી તે હવે 10 તારીખ બાદ ફરી લેવા માં આવશે વિદ્યાર્થીઓ ને કોઈપણ જાતની મૂંઝવણ થવા ઓનલાઇન તેમની બધી જ અભ્યાસને લગતી મુંઝવણ

અને પૂરી કરશુ તેમજ ઓનલાઇન કરતા ઓફલાઈન માં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો તે હિતાવહ છે કેમકે વિદ્યાર્થીઓને અભ્યાસનું સાનુકૂળ વાતાવરણ શાળામાં મળતું રહે છે અને તેઓ અને શાળાએ જે અભ્યાસક્રમ સ્વરૂપ હોય છે તેમાં વધુ રસ છે વિદ્યાર્થીઓને અને વાલીઓને ઓફલાઈન શિક્ષણ બંધ થતા ઘણી મૂંઝવણ પણ થશે પરંતુ અમે અમારા વિદ્યાર્થીઓને ઓનલાઇન તમામ કોર્સ પૂરા કરાવી રહ્યા છે અને આ કેટલા દિવસનું લોકડાઉન રહેશે એમાં પણ કોર્સ પૂરો કરાવી દેસુ તેમજ પરિવાર તેમને ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં જ સૌ પ્રથમ રિવિઝન કરાવવામાં આવશે ત્યારબાદ તેમને પરીક્ષા લેવામાં આવશે રહી વાત પ્રમુખની માસ પ્રમોશન ની તો વિદ્યાર્થીઓને જ્યારે માસ પ્રમોશન આપવામાં આવતા હોય છે ત્યારે તેઓને શિક્ષણ ના પાયા માં જે જરૂરી એવું અભ્યાસ ફરજિયાત કરવાનું રહે છે તે સરળ બની જાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને પાયો નબળો ન થાય તેને ધ્યાનમાં રાખીને અમે આ વખતે માસ પ્રમોશન આપવાની મનાઈ કરી છે.

બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તે વિઘાર્થીઓની બોર્ડ સ્ટાઇલથી ઓનલાઇન પરીક્ષા લેવાશે: ડો. કેતન ભાલોડીયા

Vlcsnap 2021 03 19 08H38M40S272

એસઓએસના ડો. કેતન ભાલોડીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે એસ.ઓ.એસ. સ્કુલ જયારે કોરોનાની મહામારીના સંજોગોમાં પણ ઓનલાઇન શિક્ષણ શરુ હતું. અમે લોકોએ અમારી સ્કુલની એક એપ્લીકેશન લોન્ચ કરેલી છે અને આ એપ્લીકેશનના માઘ્યમ દ્વારા આ વખતે પણ 10 એપ્રીલ સુધી એસ.ઓ.એસ. સ્કુલ દ્વારા ફરી ઓનલાઇન શિક્ષણ વિઘાર્થીઓને આપવામાં આવશે અને સાથે આજ એપ્લીકેશન દ્વારા તેમની વિકલી ટેસ્ટ પણ શરુ રહેશે અને

વિઘાર્થી જે પણ વર્ક કરે છે તે આ એપ્લીકેશનમાં અપલોડ કરશે અને અમારા શિક્ષકો તેને ચેક કરશે અને જયારે 10 અને 1ર ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે તે માટે તે વિઘાર્થીઓની બોર્ડ સ્ટાઇલ પેપરમાં પરીક્ષા લેવામાં આવશે અને અમારા એપ્લીકેશનમાં અપલોડ કરશે અને અમારા શિક્ષકો દ્વારા તેમનું માર્ગદર્શન કરવામાં આવશે.

બાળકો માટે શિક્ષણ કરતા આરોગ્ય અગત્યની બાબત: જતીન ભરાડ

Vlcsnap 2021 03 19 12H09M53S740

‘અબતક’ સાથેની વાતચીતમાં ભરાડ સ્કુલના જતીન ભરાડે જણાવ્યું હતું કે કે સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળ સરકારના આ નિર્ણયને આવકારે છે. પહેલા પણ જયારે તબકકાવાર શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ વ્યવસ્થીત રીતે શૈક્ષણિક કાર્યની શરુઆત કરવામાં આવી હતી. અને હવે ફરી વખતે જયારે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે સરકારના ઓફલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને પણ આવકારે છે. બાળકો માટે શિક્ષણ એ અગત્યની બાબત છે. પરંતુ આરોગ્ય સ્વસ્થ રહે તે પ્રથમ અવશ્ય છે. ધોરણ 10 અને 1રની પ્રિલિમ્સ નો સમય છે. તો તેમને ઓફલાઇન પણ ભણતરમાં તેટલું જ ઘ્યાન આપવામાં આવશે. જો દર વર્ષે બાળકોને માસ પ્રમોશન આપી દેવામાં આવશે. તો તેઓ ભણતરને ખુબ હલકામાં લેવા માડશે. હાલ સરકારનો તે અંગે કોઇ નિર્ણય નથી અને તે અંગે હમણાં નિર્ણય લેવો તે ખુબ જલ્દી થશે.

સ્કુલો ચાલુ-બંધ થતા ધોરણ 10-1રના બાળકોને અભ્યાસમાં વધુ ખલેલ પહોંચી છે: ડી.કે. વાડોદરિયા

Vlcsnap 2021 03 19 10H50M02S836

‘અબતક’ સાથેની વાતચીતમાં પંચશીલ સ્કુલના પ્રિન્સીપાલ ડી.કે. વાડોદરિયાએ જણાવ્યું હતું કે વિઘાર્થી માટે આ નિર્ણય થોડો અધરો છે. પરંતુ સ્વાસ્થ્ય સારુ રહે તે મહત્વપૂર્ણ બાબત છે. કોરોનાને કારણે બાળકોને ઓનલાઇનને અભ્યાસ કરવો પડયો, જેમાં તેની ઘણી આડઅસર પણ જોવા મળી છે. બાળકો ડિપ્રેશનમાં જવા માંડયા હતા. ધોરણ 1-8 ના વિઘાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસ તેટલું અસરકારક રહ્યું નથી. વચમાં જયારે સ્થિતિ સારી થઇ રહી હતી ત્યારે સ્કુલો ખુલતા બાળકોને ડિપ્રેશનમાંથી બહાર નીકળે તે માટે મેડીટેશનની પ્રેકટીસ કરાવવામાં આવી હતી.

પણ સરકાર દ્વારા જે વારંવાર સ્કુલ બંધ ચાલુ કરવાના નિર્ણય આવી રહ્યા છે. તેથી 10 અને 1ર ધોરણના બાળકો ને અભ્યાસમાં ખલેલ પહોંચી રહી છે. સાથે અત્યારેથી માસ પ્રમોશન આપવું એ ખુબ જલ્દી નિર્ણય રહેશે.

સરકારનો આદેશ ન આવે ત્યાં સુધી ઓનલાઇન અભ્યાસ જ ચાલુ રહેશે: જીતુભાઇ ધોળકીયા

Vlcsnap 2021 03 19 13H16M15S473

‘અબતક’ સાથેની વાતચીતમાં ધોળકીયા સ્કુલના જીતુભાઇ ધોળકીયા જણાવ્યું હતું કે 10 એપ્રિલ સુધી પરિપત્ર સરકાર દ્વારા આપવામાં આવે તો ચોકકસ તેનું પાલન કરશે. અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. અને કોરોનાના વધતા કેસને લઇ હજુ સરકાર પરિપત્ર ન જાહેર કરે ત્યાં સુધી ઓફલાઇન શરુ કરવામાં નહી આવે, ત્યારે 10માં અને 1રમાં ધોરણના વિઘાર્થીઓને થોડી તકલીફ પડશે. પણ હવે જો ઓનલાઇન ભણાવવુ પડે તો પણ બાળકોને રિઘ્ધમ આવી ગઇ છે બાકીના ધોરણના વિઘાર્થીઓને સરકારના આદેશ ન આવે ત્યાં સુધી ઓનલાઇન જ અભ્યાસ શરુ રહેશે.

શિક્ષણ કાર્ય બંધ કરાવવાના નિર્ણયને આવકારતા હિમાંશુ દેસાઇ (પ્રિન્સીપાલ-ક્રિષ્ના સ્કુલ)

Vlcsnap 2021 03 19 12H08M37S952

‘અબતક’ સાથેની વાતચીતમાં ક્રિષ્ના સ્કુલના પ્રિન્સીપાલ હિમાંશુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, તા.10 એપ્રીલ સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ક્રિષ્ના સ્કુલના પ્રિન્સીપાલ હિંમાશુ દેસાઇએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ સરકારના આ નિર્ણયને આવકારે છે પણ સાથે જ ધોરણ 10 અને 1રની પરીક્ષા નજીક આવી રહી છે. તેથી તે અંગે પણ વિચારે તે જરુરી છે. માસ પ્રમોશન વિશે હજુ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પણ વિઘાર્થીઓ આખુ વર્ષ ઓનલાઇન અભ્યાસ કર્યો છે તો તેનું યોગ્ય મુલ્યાંકન કરી શકાય.

પરીક્ષાની ઓનલાઇન શિક્ષણ દ્વારા તૈયારી કરાવાશે: જયપાલસિંહ ઝાલા

Vlcsnap 2021 03 19 13H16M46S200

મોદી સ્કુલના જયપાલસિંહ ઝાલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકારના આદેશ મુજબ અત્યારે જે નિર્ણય લેવાયો છે એ મુજબ આવતીકાલથી ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રહેશે પરીક્ષાની ઓનલાઇન શિક્ષણ દ્વારા જ તૈયારી કરાવાશે.

માર્કશીટ જીવનમાં અગત્યની નથી, આપણે કેટલું શીખ્યાં તે મહત્વનું: વિમલ છાયા (ઉત્કર્ષ સ્કુલ)

Vlcsnap 2021 03 19 08H37M57S348

‘અબતક’ સાથે વાતચીત કરતાં ઉત્કર્ષ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઇ છાયાએ જણાવ્યું હતું કે હમણા છેલ્લા 1પ દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે સકારે જે નિર્ણય લીધો છે કે આગામી 10 એપ્રિલ સુધી શાળા અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ રહેશે એ મારી દ્રષ્ટિએ તકેદારીના પગલારુપે બરાબર છે. અને સાથે હું હર્ષની લાગણી સાથે જણાવીશ કે કદાચ રાજકોટ ખાતેની વાત કરવામાં આવે તો જયારે રર માર્ચ 2020ના લોકડાઉન જાહેર થયું ત્યારબાદ પુરા ભારત દેશમાં લોકડાઉન થયું ત્યારે રાજકોટની સૌપ્રથમ ઉત્કર્ષ સ્કુલ હશે કે જેને બોર્ડના વિઘાર્થી ઓ માટે ઓનલાઇન એજયુકેશન શરુ કર્યુ અટલે બહુ જ સરળ રીતે ઓનલાઇન એજયુકેશન ઉત્કર્ષ સ્કુલઇના શિક્ષકોએ વિઘાર્થીઓને આપેલું એટલે હવે શાળામાં ઓનલાઇન

શિક્ષણ શરુ થશે ત્યારે હું બધા જ વિઘાર્થીઓને અપીલ કરું છું કે બાળકો આ કોરોના વૈશ્ર્વીક મહામારી છે આપણે તેની સાથે ઝઝુમવાનું છે અને અત્યારે ભારત છે જે ટોપ ફાઇવ દેશમાં છે જેમાં વેકસીનેશન ફુલ ઝડપથી ચાલી રહ્યું છે. તો આ ભય લાબો સમય નહી રહે તે આપણે આગળ અભ્યાસ કરતાં રહીશું. માર્કશીટ જીવનમાં અગત્યની નથી આપણે કેટલુઁ  શીખવા છો તે જ અગત્યનું ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.