Abtak Media Google News

કોરોના સામે રક્ષણ મેળવવા માટે  વેક્સીન લેવી આવશ્યક છે.જેના ભાગરૂપે  મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ મોલ અને ઘરે ઘરે ફૂડ ડીલીવરી આપતી એજન્સીઓના કર્મચારીઓ વેક્સીન લઈ સુરક્ષિત થાય તે માટે આજે  આરોગ્ય શાખાની ટીમ દ્વારા વિવિધ મોલ અને ફૂડ ડીલીવરી એજન્સી ખાતે રૂબરૂ જઈ તેમના કર્મચારીઓ વેક્સીન મુકાવે તેવી તાકીદ કરવામાં આવી હતી.

Img 20210609 Wa0194 આરોગ્ય શાખા દ્રારા અલગ-અલગ શોપિંગ મોલમાં વેકસીનેશન ડ્રાઈવ

શહેરમાં તમામ ડી-માર્ટ મોલ, રિલાયન્સ મોલ, બીગ બાઝાર તેમજ ઘરે ઘરે ફૂડની ડીલીવરી કરતી એજન્સી ઝોમેટો અને સ્વીગીની ઓફીસ ખાતે રૂબરૂ જઈ તેમના કેટલા કર્મચારીઓ વેક્સીન લઈ ચુક્યા છે અને બાકી રહેતા કર્મચારીઓ વેક્સીન મુકાવી પોતે અને પોતાને ત્યાં આવતા ગ્રાહકો સુરક્ષિત રહે તે માટે વેક્સીન અવશ્ય મુકાવે તેવી તાકીદ કરવામાં આવી હતી.

Img 20210609 Wa0197

શહેરીજનો ઘર સામગ્રી અને વિવિધ વસ્તુઓની ખરીદી માટે મોલ આવતા હોય છે તેમના સંપર્કમાં આવવાથી કોરોનાનો ચેપ લાગી શકે છે જેની સામે રક્ષણ મેળવા માસ્ક, સેનીટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે એટલું જ વેક્સીન મુકાવવું જરૂરી છે તેમજ ઘરે ઘરે ફૂડની ડીલીવરી આપતી એજન્સીઓ ઝોમેટો અને સ્વીગીના કર્મચારીઓ વિવિધ લોકોના સંપર્કમાં આવતા હોય છે તેમના માટે પણ વેક્સીન મુકાવવી ખુબ જરૂરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.