Abtak Media Google News

વોટ્સએપ દ્વારા એંડરોઈડ અને આઇઓએસ યુઝર્સ માટે લાઈવ લોકેશન સાથે ડિલીટ ફોર એવરિવન ફીચર આપ્યા બાદ હવે નવું ફીચર આવે તેવી સંભાવના છે. આ નવું ફીચર યુઝર્સ માટે ઘણું ઉપયોગી સાબિત થાય તેવું છે. એક રિપોર્ટ પ્રમાણે વોટ્સએપમાં પેમેન્ટ ઓપ્શન જોડવાની તૈયારીમાં છે. વોટ્સએપ આ ફીચરને ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરી દેશે. આ ફીચર શરૂ થતાં જ તમે તમારા કોંટેક્ટ સાથે ડિજિટલ ટ્રાજેકશન કરી શકશો.
વોટ્સએપના આ ફીચર વિષે ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ પેમેન્ટ ફીચર પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. આ ફીચર ડિસેમ્બર સુધી ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે.
સૂત્રો અનુસાર વોટ્સએપના આ નવા ફીચરનું બીટા ટેસ્ટિંગ થશે. ત્યાર બાદ ડિસેમ્બરમાં યુઝર્સ માટે આવશે. પેમેન્ટ ફીચર માટે વોટ્સએપ ફાઇનાઈશિયલ સંસ્થાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. અત્યાર સુધી વોટ્સએપ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.
રિપોર્ટ અનુસાર વોટ્સએપ પોતાના આ ફીચર માટે એસબીઆઇ,આઇસીઆઇસીઆઇ,એચડીએફસી બેન્ક સાથે વાતચીત ચાલુ છે. પરંતુ અત્યાર સુધી કોઈ જાણકારી આપી નથી. વોટ્સએપ પેમેન્ટ ફીચર માટે ચેટ ઇન્ટરફેસની અંદર જ અટેચનું ઓપ્શન આપવામાં આવશે. જેમાં તમે પેમેન્ટ માટે તમારા ફ્રેન્ડને રિકવેસ્ટ મોકલી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.