Abtak Media Google News

હાલ સરકાર દ્વારા થોડા સમય પહેલા ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. જેમના કારણે ખેડુતોને હાલ મુશીબતનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખેડુતોનું કહેવું છે કે અગાઉ જયારે ટેકાના ભાવે મગફળીની વેચવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. એમનો હાલ સરકાર દ્વારા આવા ખેડુતો અંગે સરકાર દ્વારા કોઇ જાહેરાત કરવામાં આવી નથી મોટાભાગના ખેડુતો સરકારના નિર્ણયની રાહ જોય રહી છે. અને ઘણા ખેડુતો એવા છે કે હાલ લગ્નસરાની સીઝનના કારણે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ખેડુતોએ જે તે મગફળી પડી છે. એમને રાજકોટની બજારમાં વેચવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ટેકાના ભાવ ૯૦૦ રૂ. ની મગફળીની ખરીદી કરતી હતી ત્યારે હાલ બજારમાં ખેડુતોને આ ૭૦૦ થી ૮૫૦ રૂપિયા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ યાર્ડ ખાતે હાલની મગફળીની આવક ૭૦૦૦ થી ૮૦૦૦ ગુણી છે.

Advertisement

Vlcsnap 2018 02 03 13H28M03S190Vlcsnap 2018 02 03 13H27M28S92 1 Vlcsnap 2018 02 03 13H27M47S31જયારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરતા હતા ત્યારે આ આવક ર૪ થી રપ હજાર ગુણીની આવક થતી હતી.ખેડુતોનું કહેવું છે કે અગાઉ જે ખેડુતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. એમની મગફળીની ખરીદી માટે સરકાર ઝડપથી નિર્ણય છે. જેના કારણે ખેડુતોને પડતી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે સાથે જ બધા ખેડુતોને ઓછા ભાવે બજારમાં વેચવી ન પડે અને ખેડુતોને એમની જરુરીયાત પુરી થાય એવી માંગણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.