Abtak Media Google News

અબતક,દામનગર- નટવરલાલ ભાતીયા : દામનગર શહેર ના સરદાર ચોક ફરતે આર સી સી રોડ માટે વર્ષ  15-16 ની દરખાસ્ત થી  મંજુર થઈ આવેલ 10 લાખ ખર્ચે 15% વિવેકાધીન ગ્રાન્ટ નો રસ્તો ક્યારે બનશે ? શહેર ના હાર્દ સમાં સરદાર ચોક સર્કલ ફરતે રૂપિયા દસ લાખ ના ખર્ચે આર સી સી કાગળ ઉપર બની તો નથી ગયો ને ?

Advertisement

બેટ માં ફેરવતા સરદાર ચોક ને આર સી સી રોડ ની 15% ટકા વિવેકાધીન ગ્રાન્ટ દસ લાખ  ઉપરાંત માર્ગ રિપેરીગ ના નાણા મળ્યા ને ખૂબ લાંબો સમય થવા છતાં સરદાર ચોક ને આર સી સી રોડ શા માટે નથી મળ્યો ?

40 લાખ કરતા વધુ રકમ નું રિપેરીગ શુ કરાવ્યું ? ભૂગભ ગટર ઢાંકણ કચરા પેટી રિપેરીગ પાછળ 40 લાખ જેવી  મોટી રકમ વાપરી હોય તો પાલિકા ના સ્ક્રેપ રજીસ્ટરે કેટલો ભંગાર આવ્યો ?  એકજ દુકાન થી ત્રણ ભાવ માંગવા નું નાટક રચી કાયમી સરકારી નાણાં ની ઉચાપત રોકવી તંત્ર ની ફરજ છે  હેડ રાઇટ્સ પ્રુફ એક્સપર્ટ ની મદદ લેવાય તો ભારે ગોબરો વહીવટ સામે આવે તેમ છે.

શહેર ની મુખ્ય બજાર રસ્તા ઓ બિસમાર આટલા મોટા મુખ્ય વાણિજ્ય બજાર માં સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ સુધી એક પણ જાહેર ટોયલેટ નહિ પેવરબ્લોક રસ્તા ઓમાં રચ્યા પચ્યા રહેતા તંત્ર દ્વારા મુખ્ય બજાર ની સફાઈ રવિવારે બંધ રખાય છે શહેરીજનો ને પ્રાથમિક સુવિધા મળતી નથી ભારે લાચારી ભોગવતા શહેરીજનો ની સમસ્યા ઉકેલાય તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.