Abtak Media Google News

દામનગર નગરપાલિકા કચેરી માં પ્રાદેશિક કમિશનર કચેરી કે ગુજરાત સરકાર નાણાંવિભાગ માં મહેકમ મંજુર કર્યા વગર જાહેરનામાં વગર આઉટ સોર્સ થી ભરતી કરી સ્વ ભંડોળ થયેલ નુકશાન અંગે જબબદારી નક્કી કરી રિકવરી થવા  એક જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે.

Advertisement

વર્ષ 2014/15 માં માત્ર પાંચ સાત કર્મચારી ઓથી ચાલતી પાલિકા માં એકાએક 18થી20 હંગામી ની ભરતી  કરાઈ છે. હંગામી ભરતી કરાયેલ કર્મચારી નું ડેજીગ્નેશન શુ ? ફિક્સ પગાર થી હંગામી કર્મચારી નું વેતન કઈ બેઠક માં કોના પ્રસ્તાવ થી કોની મંજૂરી થી વધારી સ્વ ભંડોળ માંથી નાણાં ચૂકવી સ્વભંડોળ ને નુકશાન કરાયું  છે. તેમજ

દામનગર નગરપાલિકા કચેરી નું વર્ષ 2015/16થી વર્ષ /21 દરમ્યાન રિપેરીગ કામો માં ખૂબ ઉચ્ચા ભાવો ચૂકવી ત્રણ ભાવો માંગવા નું નાટક રચી એકજ વ્યક્તિ દ્વારા ત્રણ ભાવો રજૂ કરી નવા લોખંડના  બજાર ભાવ 100 થી 110  રૂપિયા માં થતું હોવા છતાં પાલિકા નું રિપેરીગ લોખંડ કામ કરી સ્ક્રેપ કે સિલ્કી સમાન નું ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવ્યા વગર ખૂબ મોટી  સ્વ ભંડોળ ને નુકશાન કરાયેલ છે

એક ના એક રસ્તા ઓની અલગ અલગ આઈડેન્ટિ ઉભી કરી પેવર બ્લોક રસ્તા ઓ બનાવવા માં કરોડોનો નાણાંકીય વેડફાટ કરાયો હોવાનું પણ જણાવ્યું છે. સારી કન્ડિશન ના રસ્તા તોડી હિત સબંધ ધરાવતા વ્યક્તિ ઓ સંસ્થા ઓમાં પેવર બ્લોક ની લ્હાણી કરાય આ રસ્તા ઓની લંબાઈ પહોળાઈ નું માપ ની તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા મેં થશો

જૂની અજય ટોકીઝ થી ગજેન્દ્ર મિલ સુધી પાણી ની નવી પાઇપ લાઈનો કઈ બેઠક ના ક્યાં ઠરાવ થી કોની મંજૂરી મેળવી કેટલી લંબાઈ પહોળાઈ ની નખાય જૂની લાઈન નો સ્ક્રેપ ક્યાં કેટલા માં વેચાણ થયો તેના નાણાં ક્યાં હેડ જમા થયા  વિગેરે જેવી બાબતોની તપાસ કરવા માંગ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.