Abtak Media Google News

નવા બસ સ્ટેન્ડના નિર્માણનું કામ તથા અલંકાર રોડને જોડતા અન્ડર બ્રીજનું કામ મહિનાઓથી ચાલે છે છતા અપૂર્ણ હોવાથી પ્રજાજનો દ્વારા ઉઠેલો સવાલ

સુરેન્દ્રનગરમાં નવા એસ.ટી બસસ્ટેન્ડના નિર્માણનું કામ, તથા રેસ્ટહાઉસના ફુવારાથી અલંકાર રોડને જોડતા અંડરિબ્રજનું કામ મહિનાઓથી ધીમી ગતીએ ચાલતુ હોવાથી સવાલો ઉઠી રહ્યા છે આ કામો કયારે પુરા થશે? આ વિકાસકામોનો રાજકીય લાભ ઉઠાવવા માટે ચૂંટણી સુધી લંબાવવા માટે ધીમી ગતિએ કામ ચાલે છે?

તેવુ પણ લોકો પુછી રહ્યા છે સાદા બસસ્ટેન્ડના નિર્માણનું કામ મહિનાઓથી પુરૂ થતુ નથી તો પ્રજાને આપેલા વચન મુજબ એરપોર્ટજેવુ અદ્યતન બસસ્ટેન્ડ બનાવવાનુ હોય તો  કેટલા વર્ષો લાગત? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે આ કામો ચૂંટણીની રાહ જોયા વિના ઝડપથી પુરા કરવામા આવે તેવી લોકોની માંગણી છે

સુરેન્દ્રનગરમાં છ થી સાત વર્ષ પહેલા નવા બસસ્ટેન્ડના નિર્માણ માટે હજુ બસસ્ટેન્ડ તોડી નાંખવામાં આવેલ હતુ ત્યારબાદ છેલ્લા ત્રણેક વર્ષથી નવા બસસ્ટેન્ડના નિર્માણનું કામ શરૂ થયેલ છે ધીમીગતિએ ચાલતુ આ કામ પુરૂ  થતું જ નથી અત્રે યાદ આપી એ કે, પુર્વ ધારાસભ્યએ અહિ એરપોર્ટ જેવુ અદ્યતન બસસ્ટેન્ડનું નિર્માણ કરવાનું વચન આપેલ હતુ! પરંતુ આ વચન પળાયુ નથી અંદાજે આઠ કરોડના ખર્ચે સાદુ બસસ્ટેન્ડ જ બની રહ્યુ છે સવાલ એ ઉઠે છે કે, સાદી ડીઝાઈનના બસ સ્ટેન્ડનુ કામ મહિનાઓથી પુરૂ થતું નથી તો એરપોર્ટ જેવુ બસ સ્ટેન્ડ બનાવવાનું હોય તો કેટલો સમય લાગત…? મુસાફર જનતા હંગામી બસ સ્ટેન્ડમાં અસુવિધાઓથી કંટાળી ગયેલ છે.

આવી જ રીતે સુરેન્દ્રનગરમાં રેસ્ટહાઉસ (ફુવારા) થી અલંકાર રોડને જોડતો અંડરબ્રિજ બનાવવાનું કામ અંદાજે સાડાચાર થી પાંચ કરોડના ખર્ચે ચાલે છે. છેલ્લા ઘણા સમયથી આ કામ બધં હોવાનુ જોવા મળે છે. આ કામ પુરૂ કરવાની સમય મર્યાદા બાર મહિનાની છે જેમાં હાલ નવમો મહીનો ચાલે છે.. જ્યારે કામ હજુ અડધો અડદ (50ટકા) બાકી હોવાનુ જાણવા મળે છે જાણકારોના કહેવા મુજબ હજુ બાર મહિના ચાલે તેટલુ કામ બાકી છે.. તેથી આ કામ પણ સમય મર્યાદામાં પુરૂ થાય તેવી કોઈ શકયતા વર્તાતી નથી ત્યારે આ બસ સ્ટેન્ડ અને રેલવેના નાળાનું કામ ક્યારે પૂરું થશે તેવું જનતા હાલમાં ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્ય અને ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્ય અને પ્રમુખ ને પૂછી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.