Abtak Media Google News

‘સ્ત્રી’ ખરેખર કેટલી ગુનેગાર?  દુષ્કર્મના ગુનાઓ પાછળ આર્થિક જરૂરીયાત કે મજબૂરી જવાબદાર?

સમગ્ર દેશમાં વધી રહેલા દુષ્કર્મના બનાવોને લઈ આખા દેશમાં જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે  સ્ત્રીની માન મર્યાદા જાળવી તેનો આદર કરવો તે દરેક પુરુષની ફરજ બને છે. ભારતના કાયદામાં સ્ત્રીને રક્ષણ આપવા વધુ મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રી અત્યાચારો સામે કડક કાર્યવાહી કરવા અને નબળા પડતા કાયદાને વધુ કડક બનાવવાના પ્રયાસો પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે કાયદાની જોગવાઈને ‘આટી ઘુટી’ અને તેનો દૂરઉપયોગ પણ તો હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા ચિંતાજનક માહોલ સર્જાયો છે.

સમાજમાં સ્ત્રીને રક્ષણ આપતા કાયદાનો ક્યાંકને ક્યાંક દૂરઉપયોગ પણ તો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં પોલીસ ચોપડે નોંધાયેલા કેટલાક ગુનામાં પણ શંકા-કુશંકા સેવાઈ રહી છે. જેમાં જામનગર રોડ પર આવેલ સ્લમ વિસ્તારમાં રહેલી એક સગીરાને તેની જ જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ તા બન્નેના પરિવારજનોને આ બાબતની જાણ થતાં બન્નેના પરિવારજનોએ બન્ને પ્રેમી પંખીડાને ઉમર પૂર્ણ યે લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હોય બન્ને પ્રેમી પંખીડા સાથે હરવા ફરવા જતા હોય ત્યારે બન્ને વચ્ચે નાદાનીમાં કરેલી ભુલ કોઈ મોટી સ્વરૂપ લઈ લીધુ હોય તેમ કોઈ કારણોસર પ્રેમીના પરિવારપક્ષે યુવકની સગાઈ અન્ય સ્થળે કરી નાખતા સગીરાના પરિવારજનોએ ગંભીર આક્ષેપ સાથે કાયદાની ગંભીર કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અન્ય એક શહેરમાં બનેલી ઘટના મુજબ ત્રણ વર્ષ પહેલા પરિચયમાં આવેલા યુવાન સાથે અવાર-નવાર મળવા જતી મહિલાએ પ્રમ પોલીસમાં અરજી આપી હતી કે, તેની દીકરીની ભાળ મેળવવા યુવાને તેનું શારીરિક શોષણ કર્યું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ જ વિસ્તારમાં રહેલી એક સુશિક્ષીત યુવતીને (ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે) કોઈ અજાણ્યો યુવાન સોશ્યલ મીડિયા મારફતે સંપર્કમાં આવી તેણીને સારી નોકરીની લાલચ આપી પોતાનું નામ અને જ્ઞાતિ છુપાવી તેની પાસેથી મોટી રકમ ખંખેરી લઈ તેને અન્ય શહેરમાં મળવા બોલાવી તેની સાથે બળજબરી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

ગત અઠવાડિયે જ રાજકોટની એક હોટલમાં મોડી રાત્રીના રોકાયેલી મુંદ્રા-કચ્છની એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોટલ સંચાલકો મહિલાને ગંભીર હાલતમાં સારવારમાં લઈ ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરતા સનસનીખેજ વિગતો બહાર આવી હતી. મહિલા પોતે હિન્દુ જ્ઞાતિની હોય અને મુસ્લિમ જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હોય તેમ છતાં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન સાથે પરિચય થતાં તેના મિત્ર સાથે મળી દુશ્કર્મ કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી હતી. આ પ્રકરણમાં પણ બીજી સાઈડ પોલીસ તપાસ કરે તો અનેક પ્રકારની શંકાસ્પદ હકીકતો બહાર આવે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. પરંતુ સ્ત્રી પરના અત્યાચાર મામલે કાયદો પ્રથમ સ્ત્રીને જ ન્યાય આપવાની મહત્વતા હોવાના કારણે ફરી એકવાર પોલીસે મુંગા મોઢે બધુ જાણવા છતાં આ મહિલાની ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.

આવી જ રીતે સ્ત્રીને સાસરીયાઓના ત્રાસી રક્ષણ આપતા કાયદાનો પણ મહદઅંશે દૂરઉપયોગ થતો હોવાની ચર્ચાઓ સેવાઈ રહી છે. માત્ર પરિવારના કોઈ એક સભ્યની સો યેલા ઝઘડા કે ત્રાસને લઈને પરણિતા દ્વારા કાયદાની સ્વતંત્રતાને લઈ આખા પરિવાર સામે અનેક પ્રકારની કલમો સાથેની ફરિયાદ કરી પોતે દુ:ખી હોવાનું સાબિત કરે છે.

શહેરમાં બનતા અનેક પ્રકારના ક્રાઈમને શોધવા ગુનેગારોની નાળ પારખતા પોલીસ સ્ટાફને પણ ક્યારેક ‘સ્ત્રી’ને પારખવામાં માથું ખંજવાળવું પડે છે. મહિલાઓ કે યુવતીઓ દ્વારા કરવામાં આવેલી અરજી કે, આક્ષેપો પાયા વિહોણા હોવા છતાં કાયદાની આટીઘુટી અને પોલીસની મર્યાદાના કારણે તેઓની ઈચ્છા પ્રમાણેનું કાર્ય કરવાની ફરજ પડતી હોય છે.

સગીરવયે તા પ્રેમ સંબંધમાં બાંધેલા શરીર સંબંધના કારણે પણ ગુનાઓનું પ્રમાણ વધ્યું: કાયદાકીય જોગવાઈની મર્યાદાઓના કારણે પોલીસ લાચાર

‘સ્ત્રી’ને રક્ષણ આપતા કાયદાની જાણકારી, સજા

  • ૪૯૮ (ક) સ્ત્રીને સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ આપે, સજા: ૩ વર્ષ સુધીની કેદ આપવા દંડ અવા બન્ને.
  • ૩૦૪ (બી) દહેજ પ્રતિબંધક ધારા મુજબ સાસરીયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવા, દહેજ, રોકડ, મીલ્કત, ચિજવસ્તુની માંગણી કરવી.
  • સજા: ઓછામાં ઓછી ૭ વર્ષ અને વધુમાં વધુ આજીવન. (દહેજ મૃત્યુ)
  • ૧૨૫ મુજબ કોર્ટમાં ભરણ પોષણની ફરિયાદ કરવી.
  • ૩૫૪ મુજબ  છેડતી, નિર્લજ્જ હુમલો, બિભત્સ પજવણી, કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી તેના પર હુમલો કરવો, સજા: ઓછામાં ઓછી ૧ વર્ષ કે જેને ૫ વર્ષ સુધી લંબાવી શકાય.
  • ૩૭૬ દુષ્કર્મ કરવું જેની સજા: ૭ વર્ષી ઓછી નહીં તેવી સખત કેદ અને જે આજીવન કેદ સુધી સજા વિસ્તારી શકાય અને દંડને પાત્ર.
  • ૩૭૬ (ડી) સામુહીક દુષ્કર્મ કરવું જેની સજા: સખત કેદની શિક્ષા, ૨૦ વર્ષી ઓછી નહીં.
  • ૨૦૦૫નો કાયદો પોસ્કો મુજબ સગીર બાળા માટેનો કાયદો સજા: આજીવન કેદની સજા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.