Abtak Media Google News

વૈજ્ઞાનિકો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી ગ્રહો વિશે માહિતી એકત્રિત કરી શકશે

અવકાશમાં ઘણાખરા એવા રહસ્યો રહેલા છે કે જેને ઉજાગર કરવા માટે વૈજ્ઞાનિકો અનેકવિધ પ્રકારે મહેનત કરતા હોય છે ત્યારે સૌથી નજીક રહેલા ગ્રહોની સમયમર્યાદા કેટલી અથવા તો કયો ગ્રહ કેટલા સમય સુધી જીવતો રહેશે તે અંગેની માહિતી એકત્રિત કરવા માટે ઘણી તકલીફનો સામનો વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતો હોય છે. ઘણાખરા સંશોધનો અંતરીક્ષમાં કરવામાં આવ્યા છે પરંતુ તેનો યોગ્ય પ્રતિસાદ અને તેનો યોગ્ય નિર્ણય જે લેવાવો જોઈએ તે હજુ સુધી લેવાયો નથી. ઘણીખરી એવી બાબતો અંતરીક્ષમાં દટાયેલી છે અને ગર્ભીત છે તેને શોધવા માટે વૈજ્ઞાનિકો મથી રહ્યા છે.

નાસાનાં હબલ ફેલોશીપ પ્રોગ્રામનાં ડેનીયલ ટેમાયોએ જણાવતા કહ્યું હતું કે, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફતે જે ગ્રહોનો વસવાટ અંતરીક્ષમાં જોવા મળી રહ્યો છે તે ગ્રહ જીવતો રહેશે કે કેમ ? અને કેટલા સમય સુધી તેની અવધી છે તે માહિતી હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફતે મળવાપાત્ર રહેશે. હાલ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ ઘણીખરી રીતે અંતરીક્ષમાં દટાયેલા રહસ્યોને ઉજાગર કરવા માટે કરાતો હોય છે પરંતુ હવે ગ્રહો કેટલો સમય જીવતા રહેશે તે અંગેની માહિતી અને આગાહી પણ કરવામાં આવશે. ગ્રહોની સમય અવધી અને તેની મર્યાદા અંગે ઘણાખરા રીસર્ચ અને અભ્યાસો કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેનું યોગ્ય તારણ કાઢી શકાયું નથી. વૈજ્ઞાનિકોને આશા છે કે, આ તમામ પ્રશ્ર્નોનું નિવારણ હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફતે એકત્રિત કરી શકાશે.

મલ્ટી પ્લાનેટ સિસ્ટમ અંગે જે જરૂરીયાત મુજબનાં ડેટા એકત્રિત કરવામાં આવવા જોઈએ તે હજુ સુધી શકય બન્યા નથી અને તે અંગેની હજી થીયરી પણ બહાર આવી નથી જેથી વૈજ્ઞાનિકો માટે ખુબ જ કપરી પરિસ્થિતિ ઉદભવિત થઈ છે અને ગ્રહોને લઈ જે યોગ્ય તારણ આવવું જોઈએ તે આવી શકતું નથી. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ તે પૂર્ણ ઉપાય નથી પરંતુ આ ઉપાયથી નવી રાહ વૈજ્ઞાનિકોને મળવાપાત્ર સાબિત થશે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ વૈજ્ઞાનિકોની પેનલે ઘણાખરા અંશે ગ્રહોની સ્થિરતા અંગેનાં જે પ્રશ્ર્નો ઉદભવિત થતા હોય છે તે અંગેનું નિરાકરણ પણ શોધયું છે. ગત ૨૫ વર્ષમાં અવકાશ યાત્રીઓએ આશરે ૪ હજારથી વધુ ગ્રહોની શોધ કરી છે કે જે મલ્ટી પ્લાનેટ સિસ્ટમનો ભાગ છે પરંતુ અંતરીક્ષમાં ઘણાખરા એવા સુક્ષ્મ ગ્રહો છે કે જેને શોધવા માટે ઘણીખરી તકલીફનો સામનો વૈજ્ઞાનિકોએ કરવો પડે છે જેને લઈ હજુ સુધી કોઈપણ પ્રકારનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું નથી. વૈજ્ઞાનિકોનાં અભ્યાસ મુજબ ૭૦૦ જેટલા તારાઓને તારવવામાં આવ્યા છે કે જેની આજુબાજુ બે થી ત્રણ જેટલા ગ્રહો ભ્રમણ કરતા હોય જેથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, હવે ગ્રહો માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ તેની સમય મર્યાદાને નકકી કરવા માટે ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.